Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ધુનારા તળાવની ચરિયાણ જમીન પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા રજૂઆત

02 July



ભુજ - કચ્છઉદય : ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ભુજની ભાગોળે ખાવડા રોડ પર આવેલા ઐતિહાસિક ધુનારા તળાવ અને તેની આજુબાજુની સરકારી ચરિયાણ જમીન પરથી ગેરકાયદેસર દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ રાજાશાહી સમયનું જૂનું તળાવ ખાસ કરીને પશુઓના પીવાના પાણી માટે ખૂબ મહત્વનું છે, અને તેની ઉગમણી (પૂર્વ) તથા ઉત્તર દિશામાં સરકાર દ્વારા પશુઓ માટે ગૌચર તેમજ ચરિયાણ જમીન ફાળવવામાં આવી છે. હાલમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા આ ચરિયાણ જમીન પર ગેરકાયદેસર દબાણ કરી લેવામાં આવ્યું છે, જેના કારણે અબોલા પશુધનને ચરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, આસપાસના નદી-નાળામાંથી તળાવમાં આવતા વરસાદી પાણીના કુદરતી પ્રવાહને પણ આ ગેરકાયદેસર દબાણોના લીધે રોકી દેવામાં આવ્યો છે. પશુઓના હિત અને જળ સંચયની વ્યવસ્થા જાળવી રાખવા માટે માલધારી સંગઠને આ બાબતને ગંભીરતાથી લઈ ગોચર ભૂમિ પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરીને હટાવવાની વહીવટી તંત્ર પાસે માંગ કરી છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM