ડોક્ટર્સ ડે નિમિત્તે ભારતના કાર્ડિયોલોજિસ્ટ શિફા હોસ્પિટલની મુલાકાતે
ભુજ - કચ્છ ઉદય : ભારતના જાણીતા કાડિયોલોજિસ્ટ અને એડવાન્સ હાટ ફેલ્યુર કન્સલ્ટન્ટ ડી. શાહિદ મરચન્ટ ડોક્ટર્સ ડે નિમિત્તે ભુજના વિવિધ કાયક્રમોમાં પધાયાં હતા. પોતાના આતિવ્યસ્ત કાયક્રમ વચ્ચે તેમણે સમય ફાળવી ભુજમાં નિમાણના અંતિમ તબક્કે પહોંચેલ કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની વિગતો બારિકાઈથી જાણી હતી. પ્રમુખ સહિત ટ્રસ્ટીઓના જોમ-જુસ્સાને બિરદાવ્યો હતો. તેમજ હોસ્પિટલ સંચાલન અંગેની અગત્યની ટિપ્સ આપી હતી અને ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા હૃદય રોગના મહાકેમ્પનું આયોજન થાય તો તેમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપી હતી.કચ્છના પૂર્વ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે ડો. શાહિદ મરચન્ટનો પરિચય આપતા હૃદય રોગ ક્ષેત્રે તેમની રાષ્ટ્ર કક્ષાની અજોડ સિઘ્ધીઓ વર્ણી હતી. હૃદય મોટો થઈ (ફુલાઈ) જવાના સંજોગોમાં હાટ ટ્રાન્સપ્લાન્ટેશન અગાઉના ઉપચારની અદ્વિતિય શોધ ડો. મરચન્ટે કરી છે તેમ જણાવ્યું હતું. ડો. મરચન્ટના પૂર્વજો મૂળ માંડવીના ઇસ્માઈલી ખોજા છે તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે અને શિક્ષણ માટે તેમણે ફ્રાન્સ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે.પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની મુલાકાત લેવા બદલ ટ્રસ્ટ પ્રમુખ હાજીઆદમ ચાકીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મુલાકાતનું સંકલન ટ્રસ્ટના નાણાકીય સલાહકાર સીએ ઝહીર મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રીઓ યુસુફ એ.જત, ઈસ્માઈલ એ. સોનેજી, ખજાનચી હાજીઅબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટી હાજીઈશાક હિંગોરા, માનદ મેનેજર હાજીઈબ્રાહીમ જત ઉપસ્થિત રહ્યા હતા.

Comments