આર્ચિયન કંપની દ્વારા જખૌ હાઇસ્કૂલમાં ૫ રૂમનું નિર્માણ કરાયું
ભુજ - કચ્છઉદય : જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, જખૌની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. જખૌ સ્થિત આર્ચિયન ફાઉન્ડેશન દ્વારા કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાંચ રૂમ બનાવવા રૂ. દસ લાખ જેટલી માતબર રકમ આપવામાં આવેલ હતી. જેના ઉપયોગથી પાંચ રૂમ તૈયાર થઇ ગયેલ, જેનું શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા ડી.ઈ.ઓ. કચેરીના સ્ટાફ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ ઓરડામાં બેસવાની પરવાનગી આપવામાં આવી.
આ પ્રસંગે આર્ચિયન ફાઉન્ડેશનના પ્રતિનિધિ વિનોદભાઈ જોષી, ઉપસરપંચ અભુભાઈ, એસ.એમ.ડી.સી. ઉપાધ્યક્ષ અલીભાઈ વાઘેર, જખૌ સી.આર.સી. જયેશભાઇ જાદવ, સરકારી હાઈસ્કૂલ જખૌના ઇ.આચાર્ય મેરૂન્નીશાબેન ધડા, જખૌ ગ્રુપ શાળાના આચાર્ય અમિતભાઇ ડાંગોરા, આશીરાવાંઢ પ્રા. શાળાના આચાર્ય રમેશભાઈ વાઢેરે મંચસ્થ રહી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. ભવિષ્યમાં શૈક્ષણિક હિત માટે કંપની દ્વારા આવું જ યોગદાન મળતું રહે તેના માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આશા વ્યક્ત કરી હતી. ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે નવી હાઈસ્કૂલ બનાવવા માટેની જાહેરાત પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવી હતી.
---------

Comments