Trending News
સ્થાનિક સમાચાર

શ્રવણ કાવડીયા ધામના મહંત કૈલાસવાસી થતા ભક્તિમય માહોલમાં સમાધિ અપાઈ

02 July



ભુજ - કચ્છઉદય : કચ્છનું ત્રેતાયુગિન તિર્થધામ અને લોડાઈ પંથકનું શ્રદ્ધાનું કેન્દ્ર શ્રવણ કાવડિયા તીર્થક્ષેત્રના મહંત નરોત્તમગીરી બાપુ દેવલોક પામતા તેમની સમાધિ વિધિમાં લોડાઈ પંથકના સંસ્થાકિય, ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રવણ કાવડિયા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ ભરતભાઈ હરિભાઈ પટેલે નરોત્તમગીરી બાપુની ત્યાગવૃત્તિ અને ભક્તિ ભાવનાની સરાહના કરી હતી. હબાય જાગીરના મહંત લક્ષ્મણગીરી ગોસ્વામી, નરોતમગીરીના મોટાભાઈ જીવણગીરી, પુત્ર સંજયગીરી, પૌત્ર કાનાગીરી, આદિતગીરી, લોડાઈ અખાડાના હરિદાદા કાપડી, અમરગીરી, માધાપરથી દિનેશગીરી વગેરેના હસ્તે સમાધિ વિધિ કરવામાં આવી હતી. લોડાઈ પંથકના વિનોદભાઈ ચાડ, રણછોડભાઈ ચાડ, પૂર્વ સરપંચ હરિભાઈ કેસરાણી, હરિભાઈ કેરાસીયા, સામાજિક અગ્રણીઓ અનિલભાઈ આહીર, ડાયાભાઈ ગોપાલભાઈ વરચંદ, દાનાભાઈ વરચંદ, ભૂરાભાઈ ગોપાલભાઈ ગાગલ, રણછોડ ભગત, દતુભાઈ દાનાભાઈ ચાડ, મનજીભાઈ કાનજીભાઈ ચાડ, ભગુભાઈ રૂડાભાઈ વરચંદ, ભીમજીભાઈ ધનજીભાઈ વાઘાણી, પરબત કાનજી રામાણી, માવજીભાઈ રાણાભાઈ ડાંગર, ડો. સોઢા તેમજ લોડાઈ પંથકના તમામ ગામડામાંથી મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સમાધિની પૂર્વ તૈયારી કરવા માટે શામજી ભગત, વિશ્રામ ભગુ ગાગલ, ડી.એલ. ડાંગર, માવજી મોમાયા ભગત, માવજીભાઈ વેલાભાઈ ડાંગર વગેરેએ જહેમત ઉઠાવી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM