Trending News
સ્થાનિક સમાચાર

ડોક્ટર આરોગ્ય અને સીએ નાણાકીય મેનેજમેન્ટની જવાબદારી નિભાવે છે

02 July


ભુજ રોટરી ક્લબ દ્વારા ડોક્ટર- સીએ દિવસની કરાઈ ઉજવણી
 

 
ભુજ - કચ્છઉદય : ડોક્ટર અને સીએ આમ સમાજ માટે વિશ્વાસનું પ્રતિક છે, તેઓ સમાજ સેવાનાં પ્રતિક સમાન છે. ડોક્ટર વ્યક્તિનાં આરોગ્યની સંભાળ રાખવાની સાથે- સાથે તંદુરસ્ત સમાજ બનાવવાનું કામ કરે છે જયારે સીએ વ્યક્તિને નાણાકીય વ્યવસ્થાપનની જાણકારી આપી, સશક્ત અને સ્વાવલંબી સમાજનું નિર્માણ કરે છે તેવું અહીં ભૂજ ખાતે રોટરી પ્રમુખ અશરફ મેમણે જણાવ્યુ હતું.
 ડોકટર્સ અને સીએ ડે નિમિત્તે તેની વિશિષ્ટ ઉજવણી માટે ભુજ રોટરી ક્લબ દ્વારા આયોજિત એક સાદા કાર્યક્રમમાં  રોટરી પરિવારના ડોક્ટરો ડો. રશ્મિ શાહ, ડો. વિરેન મહેતા, ડો. સત્યમ ગણાત્રા, ડો. નિનાદ ગોર, ઇન્નરવ્હીલ ક્લબનાં ડો. સુનંદા વસા, ડો. ઉર્મિલા મહેતા, રોટરી આરસીસીનાં ડો.અર્પણ કલોલિયા, ડો. વિદ્યાશ્રી શુક્લ, ડો.મંથન હિરાણી અને ડો.દિગમા હિરાણીનું  જ્યારે  ૯૨ વર્ષની ઉંમરે પણ સક્રિય એવા સીએ ઇશ્વરભાઇ દેસાઇ, સીએ તિલક કેશવાણી, સીએ તીર્થ ઠક્કરનું રોટરી પરિવારના વિનોદ પટ્ટણી, સુરેન્દ્ર ક્ષત્રિય, મોહિત જોષી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભરત ત્રિવેદીએ સન્માન કર્યું હતું. જ્યારે સન્માનિત વ્યક્તિઓએ રોટરી પરિવારની ભાવનાને બિરદાવી હતી. સહયોગી સંસ્થાઓ ઇન્નરવ્હીલ, ઇન્ટરેકટ ક્લબ, વી.ડી. સ્કૂલ, આરસીસીનાં મોવડીઓ જોડાયા હતા.
રોટરીનાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ક્લબ ટ્રેનર પ્રફુલ્લ ઠક્કરે આપી હતી. વ્યવસ્થા પરાગ ઠક્કર, રોમીન જોશી, ચૈતન્ય પટ્ટણીએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મંત્રી ડો. ઉર્મિલ હાથીએ કરી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM