દિલ્હીને દહેલાવવાનું નાપાક કાવતરું ઝડપાયું :ISIS ના ૪ આતંકીઓ દબોચાયા
મંદિરો અને પોલીસ મથકોના વીડિયો બનાવી પાકિસ્તાન મોકલ્યાનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હીઃદેશની રાજધાની દિલ્હીને લોહીલુહાણ કરવાનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈં નું એક મોટું અને નાપાક કાવતરું સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એક સંયુક્ત
ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાન પ્રેરિત આતંકી મોડ્યુલના ૪ ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ આતંકીઓની પૂછપરછમાં જે ખુલાસાઓ થયા છે તેનાથી સુરક્ષા એજન્સીઓના પણ હોશ ઊડી ગયા છે. પકડાયેલા ચારેય આતંકીઓ લાંબા સમયથી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારો, મોટા અને પ્રખ્યાત હિન્દુ મંદિરો તેમજ વ્યસ્ત પોલીસ મથકોની રેકી (જાસૂસી) કરી રહ્યા હતા. તેઓએ આ તમામ મહત્વના સ્થળોના અત્યંત ગુપ્ત અને વિગતવાર વીડિયોગ્રાફી તૈયાર કરી હતી. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ વીડિયો અને લોકેશનની વિગતો આતંકીઓએ એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર્સ અને ૈંજીૈં ના ઉચ્ચ અધિકારીઓને મોકલી આપી હતી, જેથી આગામી સમયમાં ત્યાં મોટા આત્મઘાતી કે બોમ્બ બ્લાસ્ટના હુમલા કરી શકાય.““તહેવારો ટાણે જ મોટા બ્લાસ્ટની હતી યોજના“પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ આગામી દિવસોમાં આવતા મોટા તહેવારો દરમિયાન દિલ્હીના ભીડભાડ વાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને દેશમાં કોમી સૌહાર્દ બગાડવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી અત્યંત આધુનિક હથિયારો, ડિજિટલ ડિવાઇસ, નકશા અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ મોડ્યુલના તાર દેશના અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે તેમને કોણ આર્થિક મદદ (ટેરર ફંડિંગ) પૂરું પાડતું હતું, તે દિશામાં એજન્સીઓ હાલમાં કડક પૂછપરછ કરી રહી છે. આ ધરપકડ બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં હાઈ-ટ્ઠઙ્મીિં જાહેર કરી દેવામાં આવ્યું છે.

Comments