Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં માનવતા શર્મસાર : ગર્ભવતી કૂતરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમ સામે ગુનો નોંધાયો

02 July



ગાંધીધામઃગાંધીધામના ગળપાદર વિસ્તારમાં એક માનસિક વિકૃત શખ્સે ગર્ભવતી કૂતરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ગંભીર કૃત્ય આચરી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાની કંપારી છૂટી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ નરાધમ સામે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ અનુસાર, અંજારના મેઘપર બોરીચી (અશોક વિહાર) ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મનીષભાઇ જમનાદાસ દેવનાની નામના યુવાને ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. ૧૯/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે સાતેક વાગ્યાના અરસામાં ગળપાદરની કૈલાશનગર સોસાયટી મધ્યે આરોપી અશોકભાઇ સહાની નામના શખ્સે ત્યાં રહેતી એક ગર્ભવતી કૂતરી સાથે ગેરબંધારણીય દુષ્કર્મ/સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહીં, આ નરાધમે કૂતરીના પ્રાઇવેટ પાર્ટમાં માથામાં નાખવાના તેલની બોટલ ઘુસાડી દઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અમાનુષી કૃત્યને કારણે અબોલ પશુ ભારે પીડામાં મુકાયું હતું.આ ચોંકાવનારા બનાવ અંગે ગાંધીધામ એ ડીવીઝન પોલીસે આરોપી અશોક સહાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૫ (ગંભીર ઇજા પહોંચાડવી) તેમજ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(એ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ. જે. આહીરે હાથ ધરી છે.
 

Comments

COMMENT / REPLY FROM