વરસામેડીમાં બાવડની ઝાડીમાં ધમધમતા જુગારધામ પર અંજાર પોલીસનો સપાટો : ખેલીઓમાં ફફડાટ
૫ જુગારીયાઓ રૂ. ૨.૭૦ લાખના મુદ્દામાલ સાથે પકડાયા, ૫ ફરાર
અંજારઃ અંજાર તાલુકાના વર્ષામેડી સીમમાં અંબાજીનગર-૧ ની સામે આવેલી કેનાલ પાસે બાવળોની ઝાડીમાં ખુલ્લી જાહેર જગ્યામાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા ૫ શખ્સોને અંજાર પોલીસે દરોડો પાડીને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે રેઇડ દરમિયાન અન્ય ૫ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.““અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ પ્રવીણસિંહ દેવલ અને સ્ટાફે બાતમીના આધારે ગત તા. ૦૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં વર્ષામેડી સીમમાં રેઇડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી (૧) કિશોરભાઈ પોપટભાઈ માલી (રહે. આદિપુર), (૨) હાસમશા કાસમશા શેખ (રહે. અંજાર), (૩) શરીફહુશેન ઈસ્માઈલશા શેખ (રહે. અંજાર), (૪) શબીરશા હાશમશા શેખ (રહે. અંજાર) અને (૫) ધનાભાઇ દેવશીભાઈ રબારી (રહે. વર્ષામેડી સીમ) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અકબરશા મકવાની (રહે. ભચાઉ), જુસબશા શેખ, મજીદ નોડે, ઇસબશા અને એક અજાણ્યો ઇસમ નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ. ૪૪,૪૦૦/-, રૂ. ૧૬,૦૦૦ ની કિંમતના ૪ નંગ મોબાઇલ ફોન, ૨ નંગ ધાણીપાસા તથા રૂ. ૨,૧૦,૦૦૦ ની કિંમતના ૭ નંગ વાહનો મળી કુલ રૂ. ૨,૭૦,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંજાર પોલીસે તમામ ૧૦ આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ
ધરી છે.

Comments