Trending News
ક્રાઈમ

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરી અડપલા કરાયા

02 July




ફોટા વાયરલ કરવાની ધમકી આપી અડપલાં કરનાર માધાપરના શખ્સ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

ભુજ - કચ્છઉદય : તાલુકાના માધાપરમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને માત્ર ૧૩ વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી, તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર અપહરણ અને શારીરિક છેડછાડ કરી હોવાની ગંભીર ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ છે.આ બાબતે માધાપર પોલીસમાં ગામના આરોપી રિઝવાન સમા સામે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ ૧૩ વર્ષીય સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. મિત્રતા બાદ આરોપીએ સગીરાના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ચારેક મહિનાથી આરોપી રિઝવાન સમાએ ફોટા વાયરલ કરવાનો ડર બતાવી સગીરાનું અવારનવાર અલગ-અલગ સમયે અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને માધાપર રેલ્વે ફાટક, નાગોર રેલ્વે ફાટક બ્રિજ અને ભુજિયા ડુંગર જેવી નિર્જન જગ્યાઓ પર લઈ જતો હતો. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આરોપીએ આ જગ્યાઓ પર સગીરા સાથે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરશે તો સગીરા અને તેના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં ભાઈએ હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. માધાપર પોલીસે પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ પીઆઈ એ. કે. જાડેજાએ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM