Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ચકચારી ૨૨ લાખના સાયબર ફ્રોડ કેસમાં આરોપીના જામીન મંજૂર

01 July




ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં ચકચાર જગાવનાર રૂપિયા ૨૨,૦૦,૫૦૦ ના સાયબર ફ્રોડ કેસના આરોપીના રેગ્યુલર જામીન અદાલત દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની વિગત અનુસાર, સંસ્કાર નગર, ભુજ ખાતે રહેતા આરોપી હરદીપસિંહ કુમારસિંહ પઢીયારે અન્ય સહ-આરોપી સાથે ગુનાહિત કાવતરું રચીને પોતાના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. સાયબર છેતરપિંડીની આ રકમ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં, તેમણે સહ આરોપીના જણાવ્યા મુજબ ચેકથી નાણાં ઉપાડીને કમિશન મેળવ્યું હતું. આ અંગે ભુજ બી. ડીવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અદાલતે આરોપી પક્ષે રજૂ થયેલી દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફથી ભુજના એડવોકેટ કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતાએ હાજર રહી દલીલો રજૂ કરી હતી.
-------- 

Comments

COMMENT / REPLY FROM