ભુજમાં હરતા-ફરતા છાશ કેન્દ્રનું સમાપન : અનેકવિધ લોકોએ લાભ લીધો
ભુજ - કચ્છઉદય : માનવજયોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના સહયોગથી હરતું-ફરત છાશ કેન્દ્રનું સમાપન કરાયું છે.
સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી હતી, જેથી જરૂરતમંદોની આંતરડી ઠરી હતી. જરૂરતમંદ લોકો તેમજ મજૂરી કામ કરતા શ્રમિક ભાઇ-બહેનોને પીવા ઠંડી અને તાજગીભરી છાસ વિતરણ કરવામાં આવી હતી. પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, રફીક બાવા, ભરતભાઇ વી. સોનીએ જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
-----------------
ભુજમાં બે મહિનામાં બે લાખ રૂપિયાની છાસ વિતરણ કરાઇ
દાતાની અંતરની ભાવનાઓ બિરદાવાઇ
ભુજ - કચ્છઉદય : મુંબઈ તથા મદ્રાસના એક જ દાતા પરિવારના સહયોગથી તા. ૨૯-૪-૨૦૨૬ થી ૨૦-૬-૨૦૨૬ દરમિયાન ભુજના ગણેશ ઇન્ડસ્ટ્રીઝ તથા વર્ધમાનનગર વિસ્તારમાં દરરોજ અંદાજે ૨૭૦ થી ૩૦૦ પરિવારોને વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે બે મહિનાના આ સેવાકાર્ય દરમિયાન અંદાજિત રૂ. ૨ લાખની છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યની વ્યવસ્થામાં પી.સી. શાહ, રાજેશ સી. શાહ, લખમણભાઈ જોગી, મુકેશભાઈ ચાવડા, ભાવેશભાઈ બોરીચા તથા સોનલબેન બોરીચાએ સેવાભાવથી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ દાતા પરિવાર છેલ્લા ૮ વર્ષથી સતત દર વર્ષે ઉનાળાની ઋતુમાં આ સેવાકીય કાર્યનો લાભ સમાજને અર્પણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહેલ છે.
----------

Comments