Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા પોર્ટથી જૂનમાં ૫૮૭ ડબલ સ્ટેક કન્ટેનર રેકનું લોડિંગ કરી રેકોર્ડ સ્થાપીત કર્યો

01 July





ગાંધીધામ ક્ષેત્રમાં દરરોજ સરેરાશ ૨૨૫૨.૯૩ વેગનોનું માલ લોડિંગ કરાયું : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂનમાં માલ પરિવહન કરીને ૬૦૬.૪૩ કરોડ રૂપિયાની આવક કરી

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન ૨૦૨૬માં સંચાલન ક્ષેત્રમાં નોંધાવી ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી છે. માલ પરિવહનથી મંડળે ૬૦૬.૪૩ કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત કરી છે. જૂન ૨૦૨૬ દરમિયાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની ૯૪.૬૯ ટકા સમયપાલન સિદ્ધિ નોંધવામાં આવી, જે જૂન ૨૦૨૫ ની સરખામણીમાં ૨.૯૫ ટકા ઉત્તમ છે. ગાંધીધામ ક્ષેત્રમાં દરરોજ સરેરાશ ૨૨૫૨.૯૩ વેગનોનું માલ લોડિંગ કરવામાં આવ્યું, જે જૂન ૨૦૨૫ ની સરખામણીમાં ૧૨.૫૪ ટકા વધારે છે. ગાંધીધામ ક્ષેત્રના મુન્દ્રા પોર્ટથી જૂન ૨૦૨૬માં ૫૮૭ ડબલ સ્ટેક કન્ટેનર રેકનું લોડિંગ કરી અત્યાર સુધીનો સવર્શ્રેષ્ઠ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. આ ઓક્ટોબર ૨૦૨૫ માં બનેલા ૫૭૦ રેકના પૂર્વ રેકોર્ડથી વધારે છે. જૂન ૨૦૨૬ દરમિયાન અમદાવાદ મંડળે દરરોજ સરેરાશ ૨૯૪૧.૮ વેગનોનું માલ લોડિંગ કર્યું, જે જૂન ૨૦૨૫ ની સરખામણીમાં ૬.૮૩ ટકા વધારે છે. આ સમયગાળામાં કુલ ૪.૪૨ મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૦.૨૧ ટકાની વૃદ્ધિને દર્શાવે છે. કોલસાના લોડિંગમાં ૬૧.૩૬ ટકા, ખાતરના લોડિંગમાં ૪૪.૯૬ ટકા તથા મીઠાના લોડિંગમાં ૨૫.૧૨ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ઈલેક્ટિક લોકોમોટિવના ઉપયોગમાં ૩.૨૮ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી, જેનાથી સંચાલન ક્ષમતામાં સુધારો થયો છે. જૂન ૨૦૨૬ માં ૧૫૬ લૉન્ગ-હૉલ માલગાડીઓનું સંચાલન કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૪૫૭.૧૪ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ છે. અમદાવાદ ક્ષેત્રમાં મલ્ટી-મૉડલ ટર્મિનલ, દેવલિયાથી ૨૧ જૂનના રોજ પ્રથમવાર ઉત્તર-પૂર્વ સીમાંત રેલવેના ભાંગા માટે ૨૧ બીસીએન વેગનોની મિશ્ર વસ્તુઓથી લદાયેલી માલગાડીની સફળ રવાનગી કરવામાં આવી છે. જૂન ૨૦૨૬ દરમિયાન મંડળથી કુલ ૬૪૧૮ કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૨.૩૧ ટકા વધારે છે. યાત્રીઓની વધારાની માંગને ધ્યાનમાં રાખતાં વિવિધ ટ્રેનોમાં ૩૩૩ વધારાના કોચ લગાવવામાં આવ્યા તથા મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં ૯ વધારાની પાર્સલ વેન પણ જોડવામાં આવી છે. જૂન ૨૦૨૬ દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સંચાલન, માલ પરિવહન, સમયપાલન અને યાત્રી સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે. મંડળ ભવિષ્યમાં પણ સુરક્ષિત, સમયબદ્ધ અને ગુણવત્તાપૂર્ણ સેવાઓ પૂરી પાડવા તથા સંચાલન શ્રેષ્ઠતામાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે સતત પ્રતિબદ્ધ છે. 
-------

Comments

COMMENT / REPLY FROM