Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં ખુરશી ની આડમાં ઈ-સિગારેટ કાંડ? :  માલ લાવનાર અસલી સૂત્રધાર કોણ?

01 July



DRI અને કસ્ટમ્સ મુંબઈની શંકાસ્પદ પાર્ટીના કડક રિમાન્ડ મેળવે તો કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા!


ગાંધીધામઃ કચ્છના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (કાસેઝ) માંથી ઓફિસ ફર્નિચર એટલે કે ખુરશી-ટેબલની આડમાં કરોડો રૂપિયાની પ્રતિબંધિત ઈ-સિગારેટ ઘુસાડવાના રેકેટ ચાલતુ હોવાની આશંકાએ મુંબઈથી એજન્સી દોડી આવી અને ચોકકસ યુનિટમાં છાનબીન હાથ ધરી હતી.  આ ચકચારી પ્રકરણમાં હવે એ સવાલ જોર પકડી રહ્યો છે કે કાસેઝની ધરતી પર આ કાળો કારોબાર કરનારો અસલી માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણકારોના મતે, જો તપાસ એજન્સી ઝોનના આ ઈન્ટરનેશનલ નામધારી યુનિટમાં માલ લાવનાર મુંબઈની સંબંધિત પાર્ટીની અટકાયત કરી તેના કડક રિમાન્ડ મેળવે, તો આંતરરાષ્ટ્રીય સ્તરના સ્મગલિંગ નેટવર્કની મોટી કડીઓ બહાર આવી શકે તેમ છે.આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, મુંબઈ ડીઆરઆઈ  ને મળેલી એક ચોક્કસ અને પાકી બાતમીના આધારે અધિકારીઓની ટીમે કાસેઝમાં ધામા નાખ્યા હતા. ડીઆરઆઈએ કાસેઝના એક ચોક્કસ યુનિટમાં આવેલા પ્રથમ બે કન્ટેઈનર અને ત્યારબાદ અન્ય ગત શનિવારે સમી સાંજે વધુ બે કન્ટેઈનરોને તપાસના રડારમાં લીધા હતા. શરૂઆતના બે કન્ટેઈનરોની તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જો કે, બાકીના બે કન્ટેઈનરો શંકાસ્પદ જણાતાં ડીઆરઆઈએ તેને હોલ્ડ કરાવી દીધા હતા અને આગળની ઝીણવટભરી તપાસ માટે કંડલા કસ્ટમ્સની એસઆઈઆઈબી વિંગને સોંપી દીધા છે. આ તપાસ સોંપાયા બાદ પ્રકરણમાં અનેક અટપટી અને ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે. હવે ઈ સિગારેટ જેવા ગંભીર પ્રકારના પ્રતિબંધિ હેરફેરની આશંકાવાળા આ પ્રકરણ પર પડદો પડી જાય છે કે પછી કંઈ મજબુત વિગતો દેશહિતમાં સામે આવવા પામે છે તે તરફ સૌના મીટ મંડાયેલા છે. 


..................

મુંદરાથી કાસેઝ સુધી લંબાયેલા તાર : ‘ચંડાળ ચોકડી’ના કારનામા ખુલશે!


‘રાજુ-બંટી-લાકડાનો બની બેઠેલો ઠગ વેપારી’ અને ‘મુકેશ’ જેવી ચંડાળ ચોકડીના કારનામાઓ પણ આ તપાસમાં આવશે સપાટી પર 



ગાંધીધામ : સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કાસેઝના આ વેરહાઉસમાં શંકાસ્પદ માલ મંગાવનાર મુંબઈના વેપારીની કડક પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવામાં આવે, તો એક આખું મોટું નેટવર્ક ખૂલી શકે છે. અગાઉ મુંદરા પોર્ટ વિસ્તારમાં પોતાની કાળી કરતૂતો માટે 
પંકાયેલી ‘રાજુ-બંટી-લાકડાનો બની બેઠેલો ઠગ વેપારી’ અને ‘મુકેશ’ જેવી ચંડાળ ચોકડીના કારનામાઓ પણ આ તપાસમાં સપાટી પર આવે તેમ છે. આ ચોકડીએ મુંદરા બાદ હવે કાસેઝમાં 
પડાવ નાખીને કયા પ્રકારના ગેરકાયદેસર ખેલ શરૂ કર્યા છે, તેના પરથી પણ પડદો ઊંચકાઈ શકે છે.


................

ઝ્રઝ્ર્‌ફની તપાસ અને વાહનોનું ટ્રેકિંગ અનિવાર્ય

ગાંધીધામ : આંતરરાષ્ટ્રીય સ્મગલિંગના આ મોટા નેટવર્કને તોડવા માટે માત્ર કન્ટેઈનરની તપાસ પૂરતી નથી. તપાસ એજન્સીઓ દ્વારા વેરહાઉસના સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. આ વેરહાઉસમાં અગાઉ કઈ કઈ વસ્તુઓ આવી હતી? અહીંથી માલ કયા વાહનોમાં લોડ થઈને બહાર (આઉટ) ગયો છે? અને મુંબઈની પાર્ટી સાથે અન્ય કયા શંકાસ્પદ શખ્સોની આ વેરહાઉસમાં અવરજવર હતી? આ તમામ પાસાઓ પર જો કસ્ટમ્સ અને ડીઆરઆઈ કડકાઈથી તપાસ કરશે, તો જ કાસેઝના આ મોટા રેકેટના મૂળ સુધી પહોંચી શકાશે.

...............

વેરહાઉસના સંચાલકોની ભૂમિકા અને આંતરિક ઘર્ષણ પર સવાલોના ઘેરાવ


ગાંધીધામ : આ હાઈપ્રોફાઈલ ઈ-સિગારેટ કાંડમાં હવે કાસેઝના જે-તે વેરહાઉસના સંચાલક પણ શંકાના દાયરામાં આવી ગયા છે. બંદરીય નગરીના જાણકારો અને બુદ્ધિજીવીઓ આ મામલે અનેક વેધક સવાલો ઉઠાવી રહ્યા છેઃ  જે વેરહાઉસમાં આ ડોમેસ્ટિક ખુરશી-ટેબલનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો, તે વેરહાઉસ કયું છે? તેને કોણે અને કેટલા સમયથી ભાડે રાખ્યું છે? વેરહાઉસ જેમના સંચાલનમાં છે, તેઓએ માલ મંગાવવા માટે ૫ વર્ષ કે કોઈ ચોક્કસ સમયમર્યાદા સાથે મુંબઈની કઈ પાર્ટી સાથે એગ્રીમેન્ટ (કરાર) કર્યા છે? ઈન્ટરનેશનલ નામ ધરાવતા આ વેરહાઉસના ભાડે રાખનાર સંચાલક અને મુંબઈની માલ મંગાવનાર પાર્ટી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગંભીર આંતરિક ઘર્ષણ અને વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. એવી પણ ચર્ચા છે કે મુંબઈથી જ્યારે પણ આ ઈમ્પોર્ટેડ ગુડ્‌ઝ (માલ) વેરહાઉસમાં આવતો, ત્યારે મુંબઈની પાર્ટી વેરહાઉસના મૂળ સંચાલકને પણ અંદર આવવા દેતી ન હતી! આખરે વેરહાઉસના માલિકને જ અંદર ન આવવા દેવા પાછળનું રહસ્ય શું હતું?

 

Comments

COMMENT / REPLY FROM