અંજારના કળશ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત
દીકરાને વળાવી પરત ફરતા જ કાળ આંબી ગયો
અંજાર - કચ્છઉદય : અંજાર શહેરમાં કળશ સર્કલથી આગળ પાવર હાઉસના ગેટ પાસે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરાને બસમાં બેસાડીને પરત ફરી રહેલા એક આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.બનાવની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બિસલપુર ગામના અને હાલ અંજારમાં કૈલાશ બાગ સામે આવેલી ઢેબર રબારી સમાજવાડીમાં રસોઈકામ કરતા ખીમારામ પુરાજી દેવાશી (રબારી) એ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની સાથે જ રસોઈકામ કરતા પીરારામ હકમારામ દેવાશી (રબારી) (ઉ.વ. ૪૭) ગત તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રિના ૯ઃ૦૦ થી ૧૦ઃ૪૫ ના સમયગાળા દરમિયાન પોતાના દીકરાને અંજાર ખાતે બસમાં બેસાડવા ગયા હતા. દીકરાને બસમાં રવાના કરી જ્યારે તેઓ પગપાળા પરત સમાજવાડી તરફ આવી રહ્યા હતા, ત્યારે કળશ સર્કલથી આગળ પાવર હાઉસના પ્રથમ ગેટ પાસે કોઈ અજ્ઞાત વાહનના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.““માથામાં ગંભીર ઈજા થતાં કરુણ મોતઃ““આ અકસ્માતમાં પીરારામને માથાના પાછળના ભાગે અને હાથમાં જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતકના પરિવારજનો લાશને અંતિમ સંસ્કાર માટે તેમના વતન રાજસ્થાન લઈ ગયા હતા. વતનમાં અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે રાત્રે અંજાર પરત ફરીને આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંજાર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે મ્દ્ગજી ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી સી. એમ. ચૌધરી ચલાવી રહ્યા છે.

Comments