Trending News
સ્થાનિક સમાચાર

કુખ્યાત બુટલેગર પૂના ભરવાડ સામે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારનો કડક ઘા

01 July

કાયદાનો દંડો હવે કોઈથી નહીં અટકે



ધંધાકીય અદાવતમાં યુવાનની કરપીણ હત્યાના કેસમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂના ભરવાડ સહિત ૬ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયા : પ્રોહીબીશનના ૩૦થી વધુ ગુનાઓનો આરોપી પૂના ભરવાડ હવે હત્યા કેસમાં ઘેરાયો : કુખ્યાત બુટલેગર પૂના ભરવાડ સામે એસપી સાગર બાગમારેનો કાયદાનો ધોકો, હત્યા કેસમાં કાર્યવાહી તેજ



ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં કુખ્યાત બુટલેગર પૂના ભરવાડ સામે આખરે કાયદાનો સકંજો કસાયો છે. ધંધાની હિસાબની અદાવતમાં એક યુવાનનું અપહરણ કરી પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે તેની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર 
આક્ષેપો સાથે ગુનો નોંધાયો છે. ઘટનામાં મૃતકને ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક તબક્કે અકસ્માત તરીકે ઘટના રજૂ કરવાનો પ્રયાસ થયો હતો અને સાક્ષીઓને ફરિયાદ ન કરવા ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. જોકે સમગ્ર પ્રકરણની ગંભીરતા સમજી પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારેના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ આગળ ધપાવી કુખ્યાત બુટલેગર પૂના ભરવાડ સહિત છ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.૩૦થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવતા કુખ્યાત બુટલેગર સામે આ કાર્યવાહીથી પોલીસનો ગુનેગારો સામેનો કડક અભિગમ ફરી એકવાર સ્પષ્ટ થયો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.



.........................

ઘટનાની ‘રેર ઓફ ધી રેર’ કેસમાં ગણતરી કરાવો


હતભાગી યુવાનનો સમાજ કેમ ચૂપ? પૂર્વ ડીજીપી અને ધારાશાસ્ત્રી કલ્પેશભાઈ ગોસ્વામી આગેવાની લે


જો કલ્પેશભાઈ આ ઘટનામાં ધારદાર રજૂઆતનું નેતૃત્વ કરે તો જ નરાધમોને ફાંસીના માચડા સુધી પહોંચાડી શકાશે


ગાંધીધામ :  મૃતકના પરિવારને વળતર અને સવલતો આપવા ઉઠતી માંગ““ગાંધીધામઃ““સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ આ કેસને અત્યંત ગંભીરતાથી રજૂ કરવાની જરૂર ઊભી થઈ છે. કાયદા રક્ષકોની મદદ કરનારની કાસળ કાઢી નાખવાની આ ઘટના સામાન્ય નથી, તેથી તેને ‘રેર ઓફ ધી રેર’ કેસની શ્રેણીમાં ગણતરી કરાવવા માટે સરકાર સમક્ષ ધારદાર રજૂઆત થવી જોઈએ. આ સાથે જ, દેશ અને સમાજના હિતમાં બાતમીદાર બનેલા હતભાગી યુવાનના 
પરિવાર-કુટુંબીજનો આ મામલે જરાય ઢીલા ન પડે તે જરૂરી છે. મૃતક યુવાનના આશ્રિતોને સરકાર તરફથી તમામ પ્રકારનું બાતમીદાર તરીકેનું વિશેષ વળતર અને આર્થિક સવલતો સત્વરે પ્રાપ્ત થાય તે દિશામાં વહીવટી તંત્ર તાકીદે પગલાં ભરે તેવી લોકમાંગ બળવત્તર બની છે.
આટલી મોટી અને ગંભીર ઘટના બની ગઈ હોવા છતાં મૃતક યુવાનનો સમાજ અને કુટુંબ હજુ સુધી કેમ ચૂપ બેઠું છે? તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. આ સમયે સમાજે ખુલ્લીને રોડ પર બહાર આવવાની અને કુખ્યાત હિસ્ટ્રીશીટર તત્વો સામે કડકમાં કડક રાહે ન્યાય મેળવવા અવાજ ઉઠાવવાની જરૂર છે. કચ્છના પૂર્વ ડીજીપી અને અભ્યાસુ ધારાશાસ્ત્રી તરીકે યશસ્વી સેવાઓ બજાવી ચૂકેલા શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી આ ગંભીર પ્રકારની ઘટનામાં સમાજની મદદ વહારે આવે તેવી પ્રબુદ્ધ વર્ગ આશા રાખી રહ્યો છે. કલ્પેશભાઈ પોતે કાયદાના જાણકાર અને ઉચ્ચ પોલીસ અધિકારી રહી ચૂક્યા હોઈ, તેઓ આ મામલે આગેવાની લે, સમગ્ર સમાજને જોડે અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ધારદાર રજૂઆતનું નેતૃત્વ કરે તો જ નરાધમોને ફાંસીના માચડા સુધી પહોંચાડી શકાશે.


.........................

ધંધાના હિસાબની અદાવતમાં અપહરણ બાદ હત્યા


રાપરના કુખ્યાત બુટલેગર પુના ભરવાડ સહિત ૬ સામે હત્યાનો ગુનો નોંધાયો


આડેસરથી રાજસ્થાન બોલાવી પાલી ટોલ નજીક ફોરચ્યુનરમાં અપહરણ, અવાવરૂ જગ્યાએ લોખંડની પાઈપ-ધોકાથી માર મારતા સારવાર દરમિયાન વિજય કાપડીનું મોત થતા ખળભળાટી


પ્રથમ અકસ્માતની ખોટી કહાની ઉભી કરાઈ, આરોપીઓએ સાક્ષીને ધમકી આપી મૌન રહેવા કહ્યું; અમદાવાદમાં સારવાર દરમિયાન ૨૯ જૂને મોત બાદ ભાઈએ આડેસર પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી


ગાંધીધામ : પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)-૨૦૨૩ની કલમ ૧૦૩(૨), ૧૨૬(૨) અને ૬૧(૨) હેઠળ હત્યા, અપહરણ અને ગુનાહિત કાવતરાનો ગંભીર ગુનો નોંધાયો છે. ફરિયાદ અનુસાર રાપરના પુનાભાઈ ભાણાભાઈ ભરવાડ તથા તેના સાગરિતોએ ધંધાના હિસાબને લઈને થયેલા મનદુઃખના કારણે આડેસરના વિજય કાપડીને રાજસ્થાન બોલાવી પૂર્વનિયોજિત કાવતરું રચી તેનું અપહરણ કરી જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન વિજય કાપડીનું મોત થતાં આખો બનાવ હત્યામાં પરિણમ્યો છે.“ફરિયાદી અજયભાઈ ઉર્ફે લાલાભાઈ શિવરામભાઈ કાપડી (ઉ.વ. ૩૬), મૂળ આડેસર અને હાલ માધાપર નિવાસી, દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેઓ ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. તેમના પિતાનું ૩૧ મે, ૨૦૨૬ના રોજ અવસાન થયું હતું અને ૧૨ જૂને તેરમું પૂર્ણ થયું હતું.“૧૪ જૂન, ૨૦૨૬ના રોજ મૃતક વિજય કાપડીએ પોતાના ભાઈ અજયને જણાવ્યું હતું કે રાપરના પુના ભાણા ભરવાડ તરફથી ધંધાના હિસાબ બાબતે રાજસ્થાન આવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ અજયે વિજયને મહાવીરસિંહ ચનુભા સોઢાને સાથે લઈ જવા કહ્યું હતું.“ગોકુલ હોટલ નજીકથી જીજે-૩૯-ઝ્રમ્‌-૫૪૩૦ નંબરની કિયા કારમાં હરેશભાઈ સુસરા (ભરવાડ), કાનાભાઈ ભરવાડ (ગાગોદર), રમેશભાઈ ભરવાડ (માણાભા) અને બાબુભાઈ ભરવાડ (ગેડી) સાથે વિજય તથા મહાવીરસિંહ રાજસ્થાન માટે નીકળ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સતત પોતાના ભાઈ સાથે સંપર્કમાં હતા.“૨૦ જૂનના રોજ મહાવીરસિંહનો ફોન આવ્યો કે પાલી ટોલનાકા નજીક વિજયનો અકસ્માત થયો છે અને તેને પાલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે. ફરિયાદી તરત જ રાજસ્થાન માટે નીકળ્યા હતા. બાદમાં વિજયને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.“અમદાવાદ પહોંચ્યા બાદ મહાવીરસિંહે સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. તેના જણાવ્યા મુજબ ૨૦ જૂનની વહેલી સવારે ઓમ બન્ના દર્શન માટે જતાં પાલી ટોલનાકા પહેલા સફેદ ફોરચ્યુનર અને સફેદ ક્રેટા કાર દ્વારા તેમની કિયા કારને રોકવામાં આવી હતી.“ફોરચ્યુનરમાંથી ઉતરેલા પુના ભાણા ભરવાડે વિજયને પોતાની ગાડીમાં બેસાડ્યો હતો જ્યારે મહાવીરસિંહને ક્રેટા કારમાં બેસાડીને તેનો મોબાઈલ ફોન લઈ લેવાયો હતો. ત્યારબાદ કિયા કારમાં આવેલા અન્ય લોકોને “તમે ઓમ બન્ના જઈ આવો, ત્યાં સુધી અમે અમારું કામ પૂરું કરીએ છીએ” તેમ કહી મોકલી દેવામાં આવ્યા હતા.“ફરિયાદ મુજબ ત્યારબાદ વિજયને રોડની બાજુએ આવેલી અવાવરૂ ઝાડીઓમાં લઈ જઈ લોખંડની પાઈપ અને ધોકાઓ વડે નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હતો. મહાવીરસિંહને આ દ્રશ્ય ન દેખાય તે રીતે ક્રેટા કાર ઉભી રાખવામાં આવી હતી. આશરે અડધા કલાક બાદ પુના ભરવાડે મહાવીરસિંહને રૂ.૫,૦૦૦ અને તેનો મોબાઈલ પરત આપીને વિજયને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું.“સાથે જ ધમકી આપવામાં આવી હતી કે વિજયને માર માર્યાની વાત કોઈને કરવી નહીં, માત્ર અકસ્માત થયો હોવાનું જ કહેવું, નહીં તો તેની પણ વિજય જેવી હાલત કરવામાં આવશે.“ત્યારબાદ મહાવીરસિંહે ટોલ ફ્રી નંબર ૧૦૩૩ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને વિજયને પાલીની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડૉક્ટર સહિત પરિવારજનોને પણ શરૂઆતમાં અકસ્માતની જ વાત જણાવવામાં આવી હતી, કારણ કે આરોપીઓની ધમકીથી તે ભયભીત હતો.“અમદાવાદમાં સારવાર દરમિયાન વિજયે પોતાના ભાઈને જણાવ્યું હતું કે પુના ભરવાડ અને તેના સાગરિતોએ ધંધાના હિસાબના મનદુઃખને કારણે તેને લોખંડની પાઈપ અને ધોકાઓ વડે માર માર્યો હતો. જોકે આરોપીઓના ડરના કારણે તેણે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની ના પાડી હતી.“૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે સારવાર દરમિયાન વિજય કાપડીનું મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોની હિંમત અને સહમતિથી ૩૦ જૂનના રોજ આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.“ફરિયાદના આધારે આડેસર પોલીસે પુનાભાઈ ભાણાભાઈ ભરવાડ (રાપર), ફોરચ્યુનર કારમાં રહેલા અજાણ્યા શખ્સો, ક્રેટા કારમાં રહેલા ચાર અજાણ્યા શખ્સો તેમજ તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી બહાર આવશે તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૨), ૧૨૬(૨) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



.......................


ક્રૂરતાની પરાકાષ્ઠા અને કાયદાનો શૂન્ય ભય

“કેટલી ક્રૂરતા..! મૃતક યુવાનના શરીર પર ૮૨-૮૨ ફેક્ચર :
 બુટલેગરે ખૌફ ઊભો કરવા નિર્દોષનું ઢીમ ઢાળ્યું.?

કાયદો, વ્યવસ્થા અને ખાખીનો ડર ગુનેગારોમાં કેટલો શૂન્ય થઈ ગયો છે તેનો જીવતો-જાગતો અને કમકમાટીભર્યો પુરાવો કહી શકાય 


ગાંધીધામઃ કાયદો, વ્યવસ્થા અને ખાખીનો ડર ગુનેગારોમાં કેટલો શૂન્ય થઈ ગયો છે તેનો જીવતો-જાગતો અને કમકમાટીભર્યો પુરાવો આ ઘટના છે. પોલીસ અને સરકારના હિતમાં મદદરૂપ બનનાર એક નિર્દોષ યુવાનને કુખ્યાત બુટલેગરે એટલી હદે રહેંસી નાખ્યો કે તેના શરીર પર ૮૨-૮૨ જેટલા ફેક્ચરના નિશાન મળ્યા છે! આ આંકડો જ કાળજું કંપાવી દેવા માટે પૂરતો છે. ગુનેગારને કોઈ કાયદાનો ભય જ ન હોય તેવો ઘાટ ઘડાયો છે. માત્ર અને માત્ર બિનધાસ્ત થઈને પોતાનો ખૌફ ઊભો કરવા અને દારૂ સહિતના કાળા સામ્રાજ્યને એકચક્રી રીતે ધમધમાવતા રાખવા ખાતર જ આ આશાસ્પદ યુવાનની ક્રોધાવેશમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હોવાનુ પણ 
ચર્ચાય છે.


.....................

 બાતમી લીક કરનાર સામે કડક પગલાંની માંગ


“બાતમી લીક કરનાર ગદ્દાર કોણ? કોઈ ખાનદાની તો નહી જ હોય.! આડોશ-પાડોશના ભેળસેળિયા તત્વ પર વિના વિલંબે કરો કાર્યવાહી


આ શખ્સ સામે બાતમી લીક કરવા બદલ જ કડક પગલાં લેવાયા છે તેવું સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવી ગદ્દારીપૂર્વકની હરકત કરવાની હિંમત સુદ્ધાં ન કરી શકે


ગાંધીધામ : આ સમગ્ર હત્યાકાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બુટલેગર સુધી બાતમી કોણે પહોંચાડી? પોલીસને ગુપ્ત માહિતી આપનાર વ્યક્તિનું નામ લીક કરનાર શખ્સ કોઈ ખાનદાની હોઈ જ ન શકે, એ આડોશ-પાડોશમાં જ ભળીને રહેતું કોઈ ‘ભેળસેળિયું તત્વ’ અને ઘરનો ભેદી જ હોવો જોઈએ. પ્રબુદ્ધ નાગરિકોની માંગ છે કે એસપીશ્રી આ ગદ્દાર શખ્સને વહેલી તકે શોધી કાઢે અને તેના પર વિના વિલંબે એવી ધાક બેસાડતી કાર્યવાહી કરે જે નજીર બને. એટલું જ નહીં, આ શખ્સ સામે બાતમી લીક કરવા બદલ જ કડક પગલાં લેવાયા છે તેવું સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવી ગદ્દારીપૂર્વકની હરકત કરવાની હિંમત સુદ્ધાં ન કરી શકે.


............................

બુટલેગરના મોબાઈલ કોલ્સ ચકાસો : એફએસએલની મદદથી સમગ્ર પ્રકરણના મૂળિયાં ઉખેડવા જરૂરી

સાચા અને પ્રમાણિક ખાખીધારીઓનું પણ લોહી આ ઘટના બાદકેમ નથી ઉકળતુ? આવા ગુનેગારો કોઈના નથી થયા, કેમ ભુલી રહ્યા છો? બાતમી લીક કરનાર ગદ્વારને ખુલ્લો પાડવા સૌકોઈએ આગળ અવવુ જોઈએ


ગાંધીધામ : આ ચકચારી હત્યાકાંડના મૂળ સુધી પહોંચવા માટે હુમલો કરનાર કુખ્યાત બુટલેગરના મોબાઈલ ફોનના કોલ ડિટેલ્સ રેકોડ્‌ર્સ ની જીણવટભરી તપાસ થવી અનિવાર્ય છે. તેને બાતમીદારનું નામ કયા ચોક્કસ શખ્સે અને ક્યારે આપ્યું, તે બાબત આ મોબાઈલ કોલ ચકાસણીથી જ ઉઘાડી પડી શકશે.“કાયદાના રક્ષક એવા સાચા અને પ્રમાણિક ખાખીધારીઓનું પણ આ ક્રૂરતા જોઈને લોહી ઉકળવું જોઈએ, કારણ કે આવા કુખ્યાત ગુનેગારો ક્યારેય કોઈના સગા થયા નથી અને થવાના પણ નથી. આથી, વિલંબ કર્યા વિના આ સમગ્ર મોબાઈલ કોલ ડિટેલ્સની વૈજ્ઞાનિક તપાસ ગાંધીનગર એફએસએલ મારફતે કરાવી, કાવતરામાં સામેલ તમામ સફેદપોશ કે ગદ્દાર શખ્સોના ચહેરા બેનકાબ કરી સમગ્ર પ્રકરણના મૂળિયાં જ ઉખેડી નાખવા જોઈએ.



............


યુવાનની ઘાતકી હત્યા પાછળ ધંધાકીય હિસાબ કે બાતમી આપ્યાનો મનદુઃખ? 


“પૂર્વયોજિત કાવતરાની શંકા વચ્ચે પોલીસ તમામ એંગલથી તપાસ કરે તેવી માંગ


ગાંધીધામ : યુવાનની હત્યાના કેસમાં માત્ર વ્યક્તિગત અદાવત નહીં પરંતુ ધંધાકીય હિસાબ, ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે જોડાયેલા વિવાદો તેમજ બાતમી આપ્યાનો મનદુઃખ જેવા તમામ સંભવિત પાસાઓની નિષ્પક્ષ અને ઊંડી તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.““જો મૃતક અથવા અન્ય કોઈ વ્યક્તિએ પોલીસને દારૂના ધંધા અંગે બાતમી આપી હોવાના મનદુઃખના કારણે પૂર્વયોજિત કાવતરું રચીને હત્યા કરવામાં આવી હોય, તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. આવી સ્થિતિમાં સંબંધિત તમામ આરોપીઓ સામે કાયદાની કડક અને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી થવી જોઈએ.જો મૃતક અથવા અન્ય કોઈ વ્યક્તિએ 
પોલીસને દારૂના ધંધા અંગે બાતમી આપી હોવાના મનદુઃખના કારણે પૂર્વયોજિત કાવતરું રચીને હત્યા કરવામાં આવી હોય, તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. આવી સ્થિતિમાં સંબંધિત તમામ આરોપીઓ સામે કાયદાની કડક અને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી થવી જોઈએ.““જો હત્યા પાછળ ગેરકાયદેસર દારૂના ધંધાના હિસાબ-કિતાબ, ભાગીદારી કે અન્ય ધંધાકીય વિવાદ જવાબદાર હોય, તો તે દિશામાં પણ પોલીસ દ્વારા તમામ પુરાવા, કોલ ડિટેઇલ્સ, નાણાકીય વ્યવહારો અને સંકળાયેલા વ્યક્તિઓની ભૂમિકાની સઘન તપાસ કરવામાં આવે તેવી અપેક્ષા છે.“પોલીસે કોઈપણ એક અનુમાન સુધી મર્યાદિત ન રહી, પરંતુ તમામ સંભવિત એંગલથી ઝડપી, પારદર્શક અને તથ્યઆધારિત તપાસ હાથ ધરી સત્ય બહાર લાવવું જોઈએ અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ.

 

Comments

COMMENT / REPLY FROM