પિતૃત્વના સન્માનમાં બીજેએસ દ્વારા અનોખી ફોટો સ્પર્ધા યોજાઈ
ભુજ - કચ્છઉદય : ભારતીય જૈન સંગઠન દ્વારા ફાધર્સ ડે નિમિત્તે ફાઉન્ડેશન પ્રોગ્રામ ‘પિતૃત્વ’ અંતર્ગત એક સુંદર અને ભાવનાત્મક ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. "પોતાના પપ્પા સાથેની યાદો" થીમ પર આધારિત આ સ્પર્ધામાં બીજેએસના અનેક સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના પિતા સાથેની વ્હાલભરી પળોના ફોટોગ્રાફ્સ હૃદયસ્પર્શી લખાણ સાથે શેર કર્યા હતા. આ સ્પર્ધામાં આવેલા તમામ ફોટોગ્રાફ્સમાંથી શ્રેષ્ઠ ૫ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંક કલાબેન વનેચંદભાઇ મહેતા, દ્વિતીય ક્રમાંક દિપાલી જીગર મહેતા, તૃતીય ક્રમાંક વૈશાલી મહેતા તથા અમિતા મહેતા, ચતુર્થ ક્રમાંક ચાંદની વોરા તથા પાંચમો ક્રમાંક અલ્પા દોશીએ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થાના પ્રમુખ ગીતાબેન પારેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મંત્રી મનીષાબેન મહેતા તથા મંત્રી ડિમ્પલબેન ભણસાલી, પ્રોજેક્ટ ચેરમેન વૈશાલીબેન શાહ અને તેમની સાથે સંસ્થાના તમામ કમિટી મેમ્બર્સની ભારે જહેમત અને ટીમના સહિયારા પ્રયાસોથી આ કોમ્પિટિશન ખૂબ જ સફળ રહી હતી. બીજેએસની આ અનોખી પહેલને કારણે લોકોને પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરવાની એક સુંદર તક મળી હતી એવું સોનુ મહેતા પોતાની યાદીમાં જણાવાયું હતું.

Comments