Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ

30 June

માર્ગ પરિવર્તનની સાથે વિશેષ ટ્રેનનું સંચાલન ચાલુ રહેશે

ગાંધીધામ - કચ્છઉદય : યાત્રીઓની સુવિધા તથા ગ્રીષ્મકાલીન અને આગામી તહેવારો દરમિયાન વધતી યાત્રા માંગને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેએ ગાંધીધામ-ભાગલપુર તથા અમદાવાદ-દરભંગા વિશેષ ભાડાની સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર આરએલડીએ કામને લીધે આ ટ્રેનોનું સંચાલન પરિવર્તિત માર્ગથી કરવામાં આવશે. ટ્રેન નંબર ૦૯૪૫૧ / ૦૯૪૫૨ ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ છે, જેમાં  ટ્રેન નંબર ૦૯૪૫૧ ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ (દરેક શુક્વાર)ના ફેરાનું ૩ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી તથા ટ્રેન નંબર ૦૯૪૫૨ ભાગલપુર - ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ (દરેક સોમવાર)ના ફેરાનું ૬ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન પરિવર્તિત માર્ગ ભચાઉ, સામાખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિન્ડૌન સિટી, બયાના જંકશન, ભરતપુર, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી, છપરા, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની જંકશન, બેગૂસરાય, મુંગેર, સુલ્તાનગંજ અને ભાગલપુર થઈને ચાલશે. આ ટ્રેનનું બુકિંગ ૧ જુલાઈથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. યાત્રીઓને જણાવવામાં આવે છે કે યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી વેબ સાઈટ પર ચકાસી લેવા યાદીમાં જણાવ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM