વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિ-રવિવારે સાણંદ-કચ્છની મુલાકાત્તે આવે તેવી સંભાવના
સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવેલા અત્યાધુનિક સેમીક્ધડક્ટર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ કચ્છમાં વિશાળ જાહેર સભાનું આયોજન થઈ શકે
સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ સંભવત કચ્છ પણ પધારશે : વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુૃહતો ઉપરાંત બન્નીમાં પણ મહત્વકાંક્ષી પ્રોજેકટને બનાવે વેગવાન : જો કે, તંત્રને હજુ સુધી સત્તાવાર સંદેશની રાહ : આંતરીક તૈયારીઓ તૈજ : સાણંદથી કચ્છના વિકાસપ્રકલ્પોનું ઓનલાઈન પણ કરી શકે છે લોકાર્પણ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૪ અને ૫ જુલાઈના રોજ બે દિવસ ગુજરાત પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.વડાપ્રધાનના પ્રવાસનો મુખ્ય કાર્યક્રમ સાણંદમાં નિર્ધારિત છે જ્યાં તેઓ અત્યાધુનિક સેમીક્ધડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.સેમીક્ધડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આ પ્લાન્ટ રાજ્યમાં ટેકનોલોજીકલ વિકાસને વેગ આપશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.૫ જુલાઈએ વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરે તેવી પ્રબળ શક્યતા છે.આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધશે અને સરહદી જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી શકે છે.પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતને અનેક નવી વિકાસ યોજનાઓની ભેટ આપશે.તેમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ, કનેક્ટિવિટી વધારતા કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓનો સમાવેશ થવાની સંભાવના છે.પીએમ મોદી સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવેલા અત્યાધુનિક સેમીક્ધડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી શકે છે. ભારતને સેમીક્ધડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર અને વૈશ્રિ્વક હબ બનાવવાની દિશામાં ઇન્ડિયા સેમિક્ધડક્ટર મિશન અંતર્ગત આ એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં હાઈ-ટેક રોજગારીની હજારો નવી તકો ઊભી થશે.પ્રવાસના બીજા દિવસે એટલે કે ૫ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લાની મુલાકાત લે તેવી સંભાવના છે. કચ્છમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન થઈ શકે છે, જ્યાં તેઓ જનમેદનીને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન સરહદી જિલ્લાના સર્વાંગી વિકાસ, પ્રવાસન અને સ્થાનિક કનેક્ટિવિટીને વેગ આપતી નવી યોજનાઓની જાહેરાતો તેમજ મહત્વના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થઈ શકે છે.વડાપ્રધાનના આગમનને લઈને રાજ્ય વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળની સાફ-સફાઈ અને જાહેર સભા માટેના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.સત્તાવાર પ્રોટોકોલ અને વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.

Comments