દૂધઈ પટ્ટામાં કુખ્યાત બુટલેગરોના દારૂના વહીવટદાર ‘હરદેવ’નો ખુલ્લો આતંક?
બુટલેગર લોબી કેટલી ફાટી ગઈ છે? માર મારીને હોસ્પિટલ ફેંકી આવ્યા? ફરીયાદ ન કરવાની આપી ખુલ્લી ધમકી?
૭૯ લાખના દારૂની ક્રોસ રેડમાં બાતમીદારનું નામ લીક કરી દેતા બુટલેગરોએ પલાસવા પટ્ટાના આ બાતમીદારને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચર્ચાથી ખળભળાટી : બાતમી આપી દીધાનુ મનદુખ રાખી જાગૃત શખ્સને ઉઠાવી એટલો માર માર્યો કે સારવાર દરમ્યાન એકાદ દિવસ પહેલા જ જાગૃત નાગરીકે દમ તોડી દીર્ધો
એસપી પાસે ઉચ્ચસ્તરીય તપાસની માંગ : જો હરદેવને દુધઈ પટ્ટાથી દુર નહી ફેકાય, કડક પગલા તેની સામે નહી લેવાય તો આ વિસ્તારમાં બેનામી ધંધાઓ માટે ગેંગવોર-વધુ ખુનખરાબા થતા વાર નહી થાય : બુટલેગરો સુધી બાતમીદારની માહીતી હરદેવ અને તેના અન્ય કયા સાથીઓ લીક કરી દીધી?
ભ્રષ્ટ હરદેવ અન્ય શાખામાં નોકરી દેખાડી અને દુધઈ પટ્ટામાં દારૂ સહિતના બેનામી ધંધાઓને ધમધમાવવાનો વહીવટદાર તરીકે પંકાયેલો છે
ગાંધીધામ :તાજેતરમાં જ દુધઈ મથકની હદમાં અંજારના ટપ્પર વિસ્તારમાં ૭૯ લાખથી વધુના દારૂની ક્રોસ રેઈડ એલસીબી દ્વારા કરવામા આવી હતી અને તેમાં મોટામાથા સમાન બુટલેગરોનો દારૂ હોવાની વાત પણ બહાર આવી છે. આ બુટલેગરોનું ગજોડ પટ્ટો તથા અંજાર ખેડોઈ વિસ્તારમાં કડકાઈ વધી જતા અને નામો પાધરા થઈ જતા દુધઈ વિસ્તારમાં ગોઠવણી હરદેવ નામનો ભ્રષ્ટ વહીવટદાર જ કરી આપતો હોવાનુ પણ ચર્ચામાં આવ્યુ હતુ. આ પ્રકરણને લઈને હવે આંતરીક બેડામાં વધારે ગંભીર ચર્ચા સામે આવવા પામી રહી છે. જે અનુસાર આ બુટલેગરોનું અને ભ્રષ્ટ વહીવટદાર હરદેવની આ ગોઠવણી ક્રોસ રેઈડ કરનાર એજન્સી સુધી પહોચાડનારા જાગૃત નાગરીકનું નામ, બાતમીદારનું નામ આ હરદેવે જ આ બુટલેગરો સુધી પહોચતુ કરી દીધુ અને તેથી જ આ બાતમીદારનો અવાજ કુખ્યાત બુટલેગર લોબીએ હમેશને માટે બંધ કરી દીધો હોવાની ચકચાર અને સનસનીખેજ ચર્ચા તેજ બની જવા પામી રહી છે. આ મામલે આંતરીક બેડામાં ચર્ચાતી વિગતો અનુસાર દૂધઈ પટ્ટામાં દારૂના કથિત વહીવટદાર હરદેવ સામે ગંભીર આક્ષેપો ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આક્ષેપ મુજબ, દારૂના ગેરકાયદે ધંધાની માહિતી પોલીસને આપનાર એક જાગૃત નાગરિકની ઓળખ કુખ્યાત બુટલેગર લોબી સુધી ભ્રષ્ટ વહીવટદાર હરદેવે પહોંચાડી દીધી હતી. ત્યારબાદ સંબંધિત વ્યક્તિનું અપહરણ કરી તેના પર ગંભીર મારપીટ કરવામાં આવી હતીકે,આ બાતમીદાર યુવાનને 80 થી 90 જેટલા ફેકચર થયા હતા. એટલુ માત્ર જ નહીં પરંતુ આ ઢોરમાર ખાધેલ યુવાન સારવાર દરમીયાન જ દમ તોડી દીધો હતો. ચોકાવનારી વાત એ છે કે, જે બુટલેઘરોની બાતમી જેપોલીસને આપી હોવાની કહેવાય છે તે જ બુટલેઘરે આ યુવાનને ગંભીર માર મારી ન માત્ર મોતને ઘાટ ઉતાયો પણ પરંતુ હોસ્પીટલની પથારીએ તેમને ફેકી આવ્યા અનેજો ફરીયાદ કરી તો તમને બધાનેઆ જ રીતે પતાવી જ દહીશ. .
જો આ આક્ષેપોમાં સત્યતા હોય તો સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.થોડા સમય
પહેલાં એલસીબીએ અંજારના ટપર નજીકથી અંદાજે રૂ. ૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં કુખ્યાત બુટલેગરો નામો પણ સામે આવ્યા હતા. ચર્ચા મુજબ હરદેવ આ લોબીનો વહીવટદાર તરીકે કાર્ય કરતો હતો અને મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની ગોઠવણ કરાવતો હતો. એલસીબીને મળેલી બાતમીના આધારે સફળ દરોડો પડતાં આ ગોઠવણ ખુલ્લી પડી હોવાનું પણ કહેવાય છે.આક્ષેપો અનુસાર, દરોડા બાદ હરદેવે પોલીસને માહિતી આપનાર સોર્સનું નામ બુટલેગરો સુધી
પહોંચાડ્યું હતું. ત્યારબાદ કથિત રીતે તે વ્યક્તિને ઉપાડી લઈ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું કહેવાય છે. જો આ હકીકત સાચી હોય તો તે પોલીસ બાતમીદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે હરદેવ માત્ર દારૂ જ નહીં પરંતુ અન્ય ગેરકાયદે ધંધાઓના વહીવટમાં પણ સક્રિય છે. પોતાની ફરજ અન્ય શાખામાં દર્શાવી દૂધઈ સહિતના વિસ્તારમાં બેનામી રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓને આશ્રય આપતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર મામલે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક (એસપી) તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હરદેવની ભૂમિકા, તેની પાછળ રહેલા સંભવિત રાજકીય કે અન્ય પ્રભાવશાળી તત્ત્વો, તેમજ પોલીસ બાતમીદારની ઓળખ કેવી રીતે લીક થઈ તેની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. સાથે જ પલાસવા પટ્ટો જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંના જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં લાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
...................
ઉચ્ચ અધિકારીઓએ આ મુદ્દાઓની કરાવવી જોઈએ તપાસ
ગાંધીધામઃ દૂધઈ પટ્ટામાં સામે આવેલા ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવી જરૂરી બની છે. તપાસ દરમિયાન ખાસ કરીનઆમુદ્દાઓની ચકાસણી કરવી જોઈએ.
૧. પોલીસને દારૂ અંગે બાતમી આપનાર વ્યક્તિની ઓળખ કોના દ્વારા અને કેવી રીતે બહાર આવી? ૨. બાતમીદારનું નામ બુટલેગર લોબી સુધી પહોંચાડવામાં કોઈ પોલીસકર્મી અથવા વહીવટદારની ભૂમિકા હતી કે નહીં? ૩. બાતમીદાર પર થયેલા હુમલા અને તેના મોત વચ્ચે શું સંબંધ છે? ૪. હરદેવ સામે થઈ રહેલા દારૂના વહીવટ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓના આક્ષેપોમાં કેટલું સત્ય છે? ૫. દૂધઈ, અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દારૂના નેટવર્કને કોનું રક્ષણ મળી રહ્યું છે? ૬. રૂ. ૮૦ લાખના દારૂના જથ્થાના કેસમાં સામે આવેલા આરોપીઓ સાથે હરદેવની કોઈ સીધી કે પરોક્ષ સંડોવણી છે કે નહીં? ૭.હરદેવ હાલ કઈ શાખામાં ફરજ બજાવે છે અને તેની વાસ્તવિક કામગીરી શું છે? ૮. હરદેવને કોઈ રાજકીય, આર્થિક અથવા અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓનું આશ્રય મળતું હતું કે નહીં? ૯. સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓની કામગીરી અને સંભવિત બેદરકારીની પણ તપાસ કરવી.૧૦.જો કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારીની સંડોવણી સામે આવે તો તેમની સામે કડક વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવી.
....................
સવાલોનો મારો :
ઉચ્ચ અધિકારી મેળવે જવાબ
• દારૂના કથિત વહીવટદાર હરદેવ સામેના આક્ષેપોની ઉચ્ચસ્તરીય તપાસ થશે? • પોલીસને બાતમી આપનાર જાગૃત વ્યક્તિનું નામ બુટલેગરો સુધી કેવી રીતે પહોંચ્યું? • બાતમીદારની ઓળખ લીક કરવા માટે જવાબદાર કોણ?• મારપીટ બાદ થયેલા મોત પાછળ કોણ-કોણની ભૂમિકા છે?• હરદેવનો દારૂ સહિત અન્ય ગેરકાયદે ધંધાઓ સાથે શું સંબંધ છે? • દૂધઈ પટ્ટામાં ગેરકાયદે પ્રવૃત્તિઓને કોનું રાજકીય કે વહીવટી રક્ષણ મળી રહ્યું છે?• હરદેવ કઈ શાખામાં ફરજ બજાવે છે અને દૂધઈ વિસ્તારમાં તેનો દખલ કેમ? • ટપર નજીક ઝડપાયેલા રૂ. ૮૦ લાખના દારૂના કેસ સાથે હરદેવની શું કડી છે? •પોલીસના બાતમીદારોની સુરક્ષા માટે હવે શું
પગલાં લેવામાં આવશે? • પૂર્વ કચ્છ એસપી સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ અને કડક તપાસના આદેશ આપશે?

Comments