રોટરી સામાજિક દાહીત્વ પ્રત્યે હમેશા સજાગ : ડીસ્ટ્રીકટ ગવર્નર શ્યામકુમાર
૮૩માં શપથવિધિ સમારોહમાં સેવાનો કોલ આપતી નવી ટીમ : ચાલુ વર્ષે રોટરી ફેલોશિપ- અભ્યાસ અર્થે ક્લબ પરિવારનો યુવાન ઇજીપ્ત જશે
ભુજ-કચ્છઉદય : રોટરી સેવાકીય કાર્યોમાં હમેશા સજાગ અને અગ્રેસર રહી છે અને તેથી જ આજે તેના અહીં છ-છ જેટલા પરમેનન્ટ પ્રોજેકટ હિલ ગાર્ડન, લાયબ્રેરી, રોટરી સ્કૂલ, કોમ્યુનિટી હોલ મોર્નીંગ યોગા સેન્ટર અને વાંચનાલય સહિતના સેવાકીય પ્રકલ્પો લોક માનસપટ પર છવાયેલા છે, તેવું અહીં ભુજ રોટરી કલબના ૮૩માં શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલ રોટરી ગવર્નર શ્યામ કુમારે જણાવ્યું હતું. વિશેષમાં તેમણે ઉલ્લેખ કરતા રોટરીના સામાજિક ડાહીત્વ પ્રત્યે ધ્યાન દોરતા ભાવિ કાર્યક્રમો ઘડી કાઢવા અને તેમાં પોતાનો તેમ જ રોટરી ઇનિટરનેશનલનો સદૈવ સાથ રહેવાનો કોલ આપ્યો હતો. તેમણે ૨૦૨૬-૨૭ની નવી ટીમને શપથ લેવડાવતા જવાબદારી વહન કરવાની શીખ આપી રોટેરિયન હોવાના ફાયદા વર્ણવ્યા હતા. મુખ્ય મહેમાનનો પરિચય એ. જી. દતું ત્રિવેદીએ આપ્યો હતો. ૮૩માં પ્રમુખ તરીકે શપથ લેતા અશરફ મેમણે વર્તમાન પ્રકલ્પો સિવાયની સેવાકીય પ્રવૃતિઓમાં દાતાઓના દાનની સરવાણી સતત મળવાની હોઈ મેડિકલ, શેક્ષણીક, સાહિત્યિક, સાંસ્ક્રૃતિક, વોકેસનલ અને ન્યુ જનરેશન સંબધી કાર્યકમો વર્ષ દરમ્યાન અવિરત ચાલુ રાખવાનો કોલ આપ્યો હતો અને જિલ્લા મથકે બેનમૂન સેવા કાર્યોની ઝલક શહેરીજનોને ચાલુ વર્ષે આપવાની જાહેરાત કરી હતી.ગત વર્ષનો અહેવાલ અજયસિંહ જાડેજાએ આપતા ગત ૮૨માં વર્ષની થયેલ ધમાકેદાર ઉજવણીની વાતો કરી હતી, જ્યારે પ્રારંભમાં સૌને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આવકાર્યા હતા.રોટરેક્ટ ટિમની પણ શપથવિધિ સાથે રોટરેક્ટ ક્લબનો અહેવાલ સહેલી શાહ દ્વારા અપાયો હતો. ઈંન્નરવહીલ કલબના પ્રમુખ અવની ઠક્કર અને મંત્રી રેશ્મા શાહની ટીમને શપથ લેવડાવતા રચના શાહે સ્ત્રી સશક્તિકરણની વાત પર ભાર મુક્યો હતો. ગત પ્રમુખ પંકજ રામાણીએ અહેવાલ આપ્યો હતો. અહીંની વિવિધ સ્કૂલોની નવી ૧૧ ઇન્ટરેક્ટ કલબોની ટિમોને ચાર્ટર અર્પણ કરી, શપથ લેવડાવતા ઝોન ડાયરેક્ટ ઘેલા આહિરે ડિસ્ટ્રિક્ટની અપેક્ષાઓની વાત ઉચ્ચારી હતી. ઇન્ટરેકટ ડાયરેક્ટર પરાગ ઠક્કર સાથે જોડાયા હતા. રોટરી ગ્રામ્ય દળની બે ટીમોનાં સદસ્યો જ્યોતિ ભટૃ અને અશોક માંડલિયાની આગેવાની હેઠળ શપથ લેતા વર્ષ દરમ્યાન સામાજિક સેવાના કાર્યોમાં સતત સાથે રહેવાનો કોલ આપ્યો હતો.ચાલુ વર્ષે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્ષ્ચેન્જ કાર્યક્રમ હેઠળ ક્લબ પરિવારનો રા રોમિન જોષી રોટરી ફેલોશિપ- રોટરી નોલેજ માટે ઇજીપ્ત જવાનો હોઇ તેને શુભેચ્છા વ્યક્ત કરાઇ હતી. પી. ડી. જી. ભરત ધોળકીયા, ડો. હર્ષદ ઉદેશી તથા કચ્છની અન્ય ક્લબોમાંથી પધારેલ મહાનુભાવોનું સન્માન તિલક કેશવાણી, ભુપેશ ઠક્કર,ભરત ત્રિવેદી, ડો. નિનાદ ગોર, સુરેન્દ્ર ક્ષત્રિય, ધવલ દૈયા, વિમલ ખારેચા વિગેરેએ કરેલ હતું. જયેશ શાહ, અવનિશ ઠક્કર, ડો. નવઘણ આહિર, ધવન શાહ, હેમેન શાહ, વિજય ઠક્કર સહિતનાઓ સહયોગી રહ્યા હતા. ક્લબ ટ્રેનર પ્રફુલ્લ ઠક્કરે સંચાલન જયારે આભારવિધિ કલબના મંત્રી ડો. ઉર્મિલ હાથીએ કરેલ હતી.
------

Comments