૧૦ વર્ષથી સાથે રહેનાર રરપથી વધુ સાસુ અને વહુનું સન્માન કરાયું
વાગડ રઘુવંશી પરીવાર ભુજ તાલુકો અને મહિલા મંડળના યજમાન પદે પરીવાર સેતુનો કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન અને મહિલા મંડળ દ્વારા આયોજિત વાગડ રઘુવંશી પરીવાર ભુજ તાલુકો અને મહિલા મંડળના યજમાન પદે પરીવાર સેતુનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં પ.પુ. ચન્દુમાંના આશીર્વાદ લઈને દીપ પ્રાગટ્ય કરાવીને કાર્યક્રમની શરુઆત કરી હતી, જેમાં ૧૦ વર્ષથી જે પરીવારમાં સાસુ અને વહુ સાથે રહેલ હોય તે પરીવારનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૫થી વધુ પરીવારનું સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય, અ.ગુ.ક. વા.લો મહાજનના પ્રમુખ બાબુભાઈ પુજારા, મહામંત્રી દિનેશભાઈ રાજદે, તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, પૂર્વ પ્રમુખ કેસીભાઈ ઠક્કર, ઉપપ્રમુખ હિતેશભાઈ રૈયા, અશોકભાઈ રતાણી, અ.ગુ.ક.વા. લોહાણા મહાજન મહિલા મંડળના પ્રમુખ રસ્મીબેન સાયતા, મહામંત્રીઓ હેતલબેન સોમેશ્વર, જીગીશાબેન રાચ્છ, કિંજલબેન સાયતા, અ.ગું.ક.વા.લો મહાજનના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, ભુજ લો.મ. પ્રમુખ મુકેશભાઈ ચંદે અને સમગ્ર ટીમ અને અ.ક. રઘુવંશી સોસીયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણ, વાગડ રઘુવંશી પરીવારના વડીલોને પૂર્વ પ્રમુખો સુરેશભાઈ ચંદે, પ્રભુલાલ મીરાણી, સુરેશભાઈ આચાર્ય અને ભરતભાઈ રાણા તેમજ માધાપર, માનકુવા, દહીશરા, અંજાર, રાપર, નલિયા, લોહાણા મહાજનના પ્રમુખો પીન્ટુભાઈ ચંદે, રાજેશભાઈ ચંદે, તુષારભાઈ આઈયા, મનોજભાઈ ઠક્કર, ધીરૂભાઈ અને ચત્રભુજભાઈ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદીયાબેન ઠક્કર અને અન્ય નગર સેવક હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગડ રઘુવંશી પરીવારના પ્રમુખ રમેશભાઈ મજીઠીયા, ઉપપ્રમુખ હિતેશભાઈ મજીઠીયા, નીતિનભાઈ ભીંડે, ધીરૂભાઈ રતાણી, અંકીતભાઈ મીરાણી, રતીલાલ પુજારા, કૌોશલભાઈ રતાણી, સાવનભાઈ પુજારા, નરેનભાઈ મીરાણી, મહિલા મંડળના પ્રમુખ લીનાબેન સાયતા, અનીબેન રતાણી, દીપુબેન મીરાણી, તરૂણાબેન, દીપાબેન ઉદેચા તેમજ યુવા સંગઠનના પ્રમુખ ભાવેશભાઈ ઉદેચા, કેતનભાઈ પુજારા, ધવલ મીરાણી, હાર્દિક ચંદે, સંજય ઘટા, અજય સોનાઘેલા વગેરે ભાઈઓ અને બહેનોએ સમગ્ર કામગીરી સંભાળી હતી. સંચાલન મંત્રી જયસુખલાલ માણેકે સંભાળી હતી.
---

Comments