રાપર તાલુકાની આઠ પ્રા. શાળાઓના મ.ભો. કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
રાપર - કચ્છઉદય : રાપર તાલુકાની નલીયાટીંબો-૧ પ્રાથમિક શાળા, ધાણીથર, કંધોકાવાડી પ્રાથમિક શાળા, મોટી હમીરપર કન્યા પ્રાથમિક શાળા, કિશનગઢ પ્રાથમિક શાળા, રૂપદાસવાંઢ પ્રાથમિક શાળા, સબરાનીવાંઢ પ્રાથમિક શાળા, કમુઆરાવાંઢ પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા પર નવી નિમણુંક કરવામાં આવશે. આ માટે નિયત નમુનામાં તા.૨૫/૬ થી ૮/૭ સુધીમાં મળે તે રીતે અરજી મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણુંક સરકારના ધારાધોરણો અને લાયકાતના આધારે કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલક તરીકેની નિમણૂક માટે જરૂરી શૈક્ષણિક લાયકાત એસએસસી પાસ રહેશે તથા જો કોઈ ઉમેદવારનો અભ્યાસ ચાલુમાં હોય તો તેની વિગત પૂરી દર્શાવવાની રહેશે. અરજદારની વય મર્યાદા ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતીમાં વિધવા, ત્યકતા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક નબળા વ્યક્તિઓ તથા ગરીબી રેખાની નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. અરજદાર અન્ય કોઈપણ જગ્યા પર ફરજ બજાવતાં નથી તેમજ અરજી ફોર્મના નમૂના મુજબ કોઈપણ જગ્યાએ ધંધો - વેપાર કરતાં ન હોવા જોઈએ જેમાં વકીલનું સોગંદનામું જોડવાનું રહેશે. અરજીમાં ઉમેદવારે પોતાનો ચાલુ મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ તથા પુરૂ સરનામુ દર્શાવી અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે તેમ મામલતદાર, રાપરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
-----

Comments