આદિપુરની ઘરફોડ ચોરીકાંડ માં અનેક ભેદભરમ : પોલીસ- એજન્સી ઉંડી ઉતરે તો કઈક મોટા ભોપાળા બહાર આવશે
ચોરો ઝડપાયા નહીં હોત તો હથિયારનો ભેદ ક્યારેય બહાર આવ્યો હોત ખરો?
ધરફોડી કરી અને પિસ્તોલ સહીતના મુદામાલ સાથે પોલીસે તસ્કરોને દબોચી લીધા તે આવકારદાયક છે, પરંતુ જે ઘરમાં ચોરી કરી તે ઘરમાથી હથીયાર મળી આવ્યુ તે લાયસન્સ વાળુ હતુ કે કેમ? કેમ ન કરવામા આવે તેની ઉંડી તપાસ? માત્ર પિસ્તોલ જ આ ઘરમાં હતુ કે પછી અન્ય કોઈ હથિયારો પણ પડયા હતા?
એફએસએલ તપાસ માટે હથિયાર મોકલાવેલ છે, રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું : શ્રી વાડા (પીઆઈ આદિપુર)
ઝડપાયેલા તસ્કરો-ચોરોના આદિપુર પોલીસ કડક રીમાન્ડ મેળવે, લાલઆંખ ભરી પુછતાછ કરશે તો વિદેશ વસતા ઘર માલિક સહિતનાઓના અન્ય મોટા પ્રકરણો પણ આવી શકે છે બહાર : સીસીટીવી હતા કે નહી ? જો સીસીટીવી હતા તો તેની ચકાસણીઓ કરાઈ છે કે નહી?
ગાંધીધમા : તાજેતરમાં જ આદિપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં તસ્કરો પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા તે પોલીસ માટે સફળતા છે, પરંતુ હવે આ સમગ્ર પ્રકરણમાં અનેક સવાલો ઊભા થયા છે. જે મકાનમાંથી પિસ્તોલ મળી આવ્યું તે કાયદેસર લાયસન્સ ધરાવતું હતું કે નહીં? મકાનમાં માત્ર એક જ હથિયાર હતું કે અન્ય હથિયારો પણ હતા? હથિયાર રાખવાની મંજૂરી, તેની નોંધણી અને તમામ કાયદાકીય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. આરોપીઓના કડક રીમાન્ડ મેળવી સઘન
પૂછપરછ કરવામાં આવે તો વિદેશમાં વસતા મકાનમાલિક સહિત અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી હોય તો તેના પણ તથ્યો બહાર આવી શકે છે. ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા હતા કે નહીં, જો હતા તો તેનું ફૂટેજ પોલીસે કબજે કરીને સંપૂર્ણ ચકાસણી કરી છે કે કેમ, તે પણ મહત્વનો મુદ્દો છે. આ કેસમાં બહાર આવતા દરેક તથ્યની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જો આરોપીઓ અથવા સંબંધિત વ્યક્તિઓના અન્ય રાજ્યો સાથે વ્યવસાયિક કે અન્ય પ્રકારના સંબંધો હોય તો તેની પણ ચકાસણી થવી જોઈએ. પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં ગેરકાયદે હથિયારો અને ડ્રગ્સના નેટવર્ક સામે વિવિધ એજન્સીઓ કાર્યવાહી કરતી રહી છે. તેથી આ પ્રકરણમાં પણ કોઈ એવી કડી છે કે નહીં તેની તપાસ અનુમાનના આધારે નહીં, પરંતુ પુરાવા અને તથ્યોના આધારે કરવામાં આવે તો અનેક મહત્વપૂર્ણ હકીકતો બહાર આવી શકે છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે તો માત્ર ઘરફોડ ચોરીનો જ નહીં, પરંતુ અન્ય કોઈ ગંભીર ગુનાઓનો પણ ભેદ ઉકેલાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ સંદર્ભે આદિપુર પીઆઈ શ્રી વાડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલી રહી છે, મળેલુ હથિયાર વેપનની કેટેગરીમાં આવે છે કે કેમ? કઈ કેટેગરીમાં આવે છે તે બાબતે એફએસએલમા મોકલેલ છે, રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે તેમ શ્રી વાડાએ જણાવ્યુ હતુ.’
..............
સમગ્ર પ્રકરણમાં સર્જાતા મોટા સવાલો? શોધાવા જોઈએ જવાબ !
૧. ચોરી થયેલા મકાનમાંથી મળેલું પિસ્તોલ કાયદેસર લાયસન્સ ધરાવતું હતું કે નહીં? ૨. જો લાયસન્સ હતું તો તે કોના નામે હતું અને તેની સમયમર્યાદા માન્ય હતી? ૩. મકાનમાં માત્ર એક જ હથિયાર હતું કે અન્ય હથિયારો પણ રાખવામાં આવ્યા હતા? ૪. આ હથિયાર કેવા ઈરાદાઓ સાથે ઘરમાં રખાયું હતુ? અન્ય હથિયારો હતા તો એ પણ ઘરમાં રાખવાનું કારણ શું હતુ? ૫. ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા હતા? જો હતા તો તેનું ફૂટેજ પોલીસે કબજે કરીને સંપૂર્ણ તપાસ કરી છે? ૬. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ પણ આવી જ પ્રકારની ચોરીઓને અંજામ આપ્યો છે કે નહીં? ૭. આરોપીઓના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ્સ અને નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે? ૮. વિદેશમાં વસતા મકાનમાલિક અથવા અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે કોઈ તપાસ ચાલી રહી છે? ૯. હથિયાર મકાનમાં કયા હેતુસર રાખવામાં આવ્યું હતું અને તેની જાણ સંબંધિત સત્તાધિકારીઓને હતી? ૧૦. ઝડપાયેલા આરોપીઓના અન્ય રાજ્યો અથવા કોઈ ગેરકાયદે નેટવર્ક સાથે સંબંધ છે કે નહીં? ૧૧.આ સમગ્ર કેસમાં માત્ર ઘરફોડ ચોરીનો જ ગુનો છે કે તપાસ આગળ વધતા અન્ય ગંભીર પાસાં પણ સામે આવશે?
આ તમામ સવાલોના જવાબ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.!
................
અન્ય રાજ્યોમાં રિજેક્ટ, કચ્છમાં વહીવટથી ‘ઓકે’!
કચ્છમાં ઇર્ં અને ટ્રાફિક શાખાના ભ્રષ્ટાચારનો ‘ગિયર’
પંજાબ-દિલ્હીમાં રદ થયેલા કન્ડમ વાહનો સરહદી જિલ્લામાં કોના આશીર્વાદથી દોડે છે? આરટીઓ-પોલીસ-ટ્રાફિક સહિતનાઓના અમુક તત્વોની મીલીમગતની આશંકા
ગાંધીધામ સંકુલમાંથી જ માસિક ૫૦થી ૭૫ લાખનું ઉઘરાણું ટ્રાફીક વિભાગમાં થતું હોવાની ચર્ચાઃ મહેરબાન એસપી સાહેબ આ ઉઘરાણા તંત્ર પર ક્યારે ધોકો પછાડશે?
ગાંધીધામ : આદિપુર પોલીસ દ્વારા તાજેતરમાં જ એક ધરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો તેમાથી હથિયાર મળી આવવા પામતા સવાલો ઉભા થવા પામ્યા છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, જેમના વાહનો હરીયાણા,પંજાબમાં કન્ડમ હોવાથી આરટીઓ વીભાગ દ્વારા રદ કરી દેવામા આવ્યા હતા તેઓ વરસો પહેાલ અહી આવી અને આરટીઓમાં સેટીગ કરી અને તે જ કન્ડમ વાહનો દોડાવી અને આજે માલેતુજાર બની ગયા છે. ઉંડી તપાસ કરવામા આવે તો ઘણુ બહાર આવી શકશે. સવાલ થાય છે કે, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં જે વાહનો રસ્તા પર ચાલવા લાયક ન હોવાથી જેની પરમિટો રદ કરાઈ હતી, તેવા કન્ડમ વાહનો કચ્છમાં ધૂમ મચાવી રહ્યા છે. હાલતા-ચાલતા ટ્રક અને ટ્રોલી અલગ થઈ જાય તેવી ભયજનક સ્થિતિ હોવા છતાં, લાકડા ભરેલા ઓવરલોડ વાહનો ઇર્ં કે પોલીસને કેમ દેખાતા નથી?
મૂળ પંજાબ સાથે નાતો ધરાવતા તત્ત્વોએ સ્થાનિક ઇર્ં કચેરીમાં એવું તે કેવું ‘સેટિંગ’ કર્યું છે કે ભંગાર વાહનોને પણ ફિટનેસ સર્ટિફિકેટ મળી જાય છે? તાજેતરમાં જ પકડાયેલી પિસ્તોલ બાદ હવે અનેક રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે. પંજાબમાં હાલના સમયે કચ્છ અને ગુજરાત કનેક્શન સાથે ડ્રગ્સના મોટા ડીલિંગ થઈ રહ્યા છે, ત્યારે વાહનોના આ ગેરકાયદે નેટવર્કના તાર ક્યાંક ડ્રગ્સ માફિયાઓ સાથે તો જોડાયેલા નથી ને? આ દિશામાં ઊંડી તપાસ જરૂરી બની છે. અને આવા કરતુતોમાં પણ કયાંક ને કયાંક પિસ્તોલવાળાઓના તાર નથી જોડાયેલાને? ટ્રાન્સપોર્ટેશનમાથી જ ગાંધીધામ-કંડલા સંકુલમાં મોટો ધમધમાટ છે ત્યારે જવાબાદર તંત્રઓને કે ટ્રાફિક શાખાને જ લાખોનું નઝરાણું આપવામા આવતુ હોવાનુ ચર્ચાય છે. ગાંધીધામ સંકુલઃ ટ્રાફિક શાખામાં આવવા અધિકારીઓ કેમ તલપાપડ?ટ્રાફિક નિયમન માટે માત્ર ટીઆરબી(ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો જ રસ્તા પર દેખાય છે, જ્યારે અસલી ખેલ પાછળથી ચાલી રહ્યો છે. ચર્ચા મુજબ માત્ર ગાંધીધામ સંકુલના ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી જ માસિક ૫૦થી ૭૫ લાખ રૂપિયાનું ઉઘરાણું થાય છે. જીઁ સાહેબ ધ્યાન આપે. ટ્રાફિક વિભાગમાં થતી આ મલાઈદાર કમાણીના કારણે જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ આ વિભાગમાં બદલી કરાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. મહેરબાન એસપી સાહેબ આ ઉઘરાણા તંત્ર પર ક્યારે ધોકો પછાડશે?

Comments