પરપ્રાંતીય મજૂરની નોંધણી કરાવ્યા વગર કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગાંધીધામમાં ગુનો નોંધાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ગાંધીધામઃ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં પરપ્રાંતીય મજૂરની ફરજિયાત નોંધણી કરાવ્યા વગર કામે રાખવાના ગુનામાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ફિરોઝ રમેશભાઈ અરજાણી (રહે. રવેચીયાધામ-૩, ગાંધીધામ) સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.ફરિયાદ મુજબ આરોપીએ પરપ્રાંતીય મજૂર ઇસમને જરૂરી પોલીસ વેરિફિકેશન તથા રજિસ્ટરમાં નોંધણી કરાવ્યા વગર કામે રાખ્યો હતો તેમજ સંબંધિત નિયમોનું પાલન ન કરતાં કાયદાનો ભંગ કર્યો હતો. આ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
..............
પોલીસની કડકાઈ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર ક્યાં? શ્રમ વિભાગની કચેરી ઊંઘમાં?
પરપ્રાંતીય મજૂરોની નોંધણી વગર કામે રાખનારા સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ થતાં અનેક ઉદ્યોગોમાં દોડધામ મચી છે. જોકે સવાલ એ ઊભો થાય છે કે જે બાબતની દેખરેખની મુખ્ય જવાબદારી શ્રમ વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની છે, ત્યાં તેમની કામગીરી કેમ દેખાતી નથી? નિયમોના અમલ માટે જવાબદાર તંત્ર અત્યાર સુધી ઊંઘમાં હતું કે કેમ, તેવી ચર્ચા ઉદ્યોગ વર્તુળોમાં ચાલી રહી છે. પોલીસની કાર્યવાહી વચ્ચે હવે શ્રમ વિભાગ પણ સક્રિય બને છે કે નહીં તેના પર સૌની નજર છે.

Comments