અમિત આણી ટોળકીની ડીઝલ દાણચોરી ને કોનો છૂટોદોર ? ફરી ૪ હજાર ટન ૮૩ ડેન્સિટીનો જથ્થો ઉતારવાની ફિરાકમાં !
અગાઉનો ૮ હજાર ટન દાણચોરીયુક્ત માલ કોના ટાંકામાં પડ્યો છે?
વાંદરાની પૂંછડી વાંકી તે વાંકી’ની કહેવત સાર્થક કરતી અમિત ગેંગ : કંડલા-મુંદરા-પીપાવાવમાં અગાઉ જથ્થો ફસાયા છતાં સપ્લાય ચેઈન ફરી પાછી કરી દીધી એક્ટિવ : ઓમાનથી આવેલો આઠ હજાર ટનનો જથ્થો ગાંધીધામ-કંડલાના જ એક મોટા ગજાના સીએચએના ટાંકામાં ઠલવાયો; હવે ગમે તે ઘડીએ માર્કેટમાં ‘કટિંગ‘ કરવાની તૈયારી.
મોટા ગજાના ઝ્રૐછ, અમિત અને દુબઈ બેઠેલા કેરેલિયન શખ્સની સિન્ડિકેટે આખું નેટવર્ક ગોઠવ્યું : સરકારી તિજોરીને કરોડોનો ધૂંબો, અમિત ગેગના સાગરિત રોકાણકારોને ઘી-કેળા.
ડ્ઢ૨ ડીઝલ’નો જથ્થો સગેવગે કરવાનો એક મોટો આંતરરાષ્ટ્રીય સોદો પણ અમિત ટોળકીના ઉંબરે પહોચી ચૂકયો હોવાની છે ચર્ચા : ગમે તે ઘડીએ એ પણ થઈ શકે છે ડન
અમિત આણી ટોળકી ૪ હજાર મેટ્રીક ટન ઉપરાંત પણ વધુ એક પ્યોર ડિજલનો મોટો જથ્થો ઠાલવવાની અંતિમ વેતરણમાં છે : કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને ઓફરની વિગતો :
મોટી શિપમેન્ટ (ફીજજીઙ્મ ઝ્રટ્ઠર્ખ્તિ) : ઓમાનના શિનાસ પોર્ટ પરથી ઇં૬૭૫+૫ પ્રતિ મેટ્રિક ટન તેમજ ઇરાનના લારક અને ખાર્ગ આઇલેન્ડ પરથી ’યુરો-૬ સ્ટાન્ડર્ડ’નું પ્રીમિયમ ક્વોલિટી ડીઝલ માત્ર ઇં૫૩૦ થી ઇં૫૩૫ ની કિંમતે મેળવીને ભારત તરફ રવાના કરવાની પેરવી ચાલી રહી છે.આ જથ્થો ૨૦,૦૦૦ થી ૫૦,૦૦૦ મેટ્રિક ટન જેટલો હોવાનો અંદાજ છે
ગાંધીધામઃ વાંદરાની પૂંછડી વાંકી તે વાંકી’ આ કહેવત ડીઝલ દાણચોરી કરતી અમિત ટોળકી બરાબર સાચી ઠેરવી રહી છે. અગાઉ કંડલા, મુંદરા અને પીપાવાવ સહિતના પોર્ટ પર આ ટોળકીના અનેકવિધ ડીઝલના મસમોટા શંકાસ્પદ જથ્થાઓ ફસાઈ ચૂક્યા છે. કાયદાકીય ગૂંચવણો અને એજન્સીઓની તપાસના કારણે ભારે અધમપછાડા કર્યા બાદ માંડ-માંડ માલ છૂટ્યો હોવા છતાં, આ અમિત આણી ગેંગ સુધરવાનું નામ નથી લઈ રહી. આ ટોળકીએ ફરી એકવાર ડીઝલ દાણચોરીની આખી સપ્લાય ચેઈનને ફૂલ એક્ટિવ કરી દીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.આ બાબતે ચર્ચાતી વિગતો મુજબ અગાઉ મંગાવી ચુકેલ આઠ હજાર ટનનો ખેલ પૂરો થાય તે પહેલા જ, સિન્ડિકેટે વધુ ચાર હજાર ટન બીજા માલનો સોદો પણ પાકો કરી લીધો છે.ઓમાન પોર્ટથી કંડલા સુધીનું આખું સેટિંગ કરી લેવામાં આવ્યુ હોવાને સામે આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, “ડીઝલ દાણચોરીના આ નેટવર્ક તાર છેક વિદેશ સુધી જોડાયેલા છે. ઓમાનના સીનાઝ પોર્ટ ખાતે આખું ફિક્સિંગ કરી લેવામાં આવ્યું છે. અમિત ગેંગે કંડલા પહોંચાડવાના આ નવા ૪ હજાર ટન જથ્થા માટે પ્રતિ મેટ્રિક ટનનો ભાવ ૭૬૫ ડોલર નક્કી કર્યો છે. આ ડીલ અંતર્ગત અમિત ટોળકીને પ્રતિ મેટ્રિક ટન દીઠ ૧૫ ડોલરની સીધી ‘કટકી’ (કમિશન) મળવાની છે. આ માલનો લેબ રિપોર્ટ અને સેમ્પલ પણ આવી ગયા છે, જેમાં તેની ડેન્સિટી ૮૩ (જે ૮૨-૮૩ આસપાસ પ્યોર ડીઝલ ગણાય) હોવાનું સાબિત થયું છે. કાગળ પર આ માલને ‘બેઝ ઓઈલ’ તરીકે ડિક્લેર કરીને કસ્ટમ ડ્યુટી ચોરી કરવાનો કારસો છે. હકીકતમાં પ્યોર ડિજલના કન્ટેઈનરના કન્ટેઈનર અને જહાજો અમિત આણી દાણચોર ટોળકી સતત ઠાલવી રહી હોવાની સ્થિતી છે.
....................
૮ હજાર ટન માલ કંડલા લેન્ડ થયો : કટિંગની તૈયારી
ગાંધીધામ : મળતી માહિતી મુજબ, અમિતે અગાઉ મુંબઈના એક વચેટીયા (બ્રોકર) મારફતે એક મોટી ડીલ ફાઈનલ કરાવી હતી. આ ડીલ હેઠળ ઓમાનથી આશરે આઠ હજાર ટન માલ મંગાવવામાં આવ્યો હતો. હાઈ-સિઝ સેલ દર્શાવીને આ આઠ હજાર ટન માલ કંડલા પોર્ટ પર ઉતારી પણ દેવાયો છે. નવાઈની વાત એ છે કે, આ માલ એકાદ મહિના પહેલા જ ગાંધીધામના એક ખૂબ જ મોટા ગજાના સીએચએ ના પર્સનલ ટાંકામાં ઠલવાઈ ચૂક્યો છે. કસ્ટમ અને અન્ય એજન્સીઓની નજરમાં ન આવવા માટે આ માલને અત્યાર સુધી ટાંકામાં રાખીને ‘ઠંડો’ કરવામાં આવી રહ્યો હતો (કૂલિંગ પીરિયડ). હવે સેટિંગ અને સમય જોઈને ગમે તે ઘડીએ આ માલનું માર્કેટમાં કટિંગ (વેચાણ) કરવાની વેતરણ ચાલી રહી છે.
...................
સીનાઝ ઓમાન પોર્ટમાં થયું છે ફિક્સિંગ
ડીઝલ દાણચોર અમિતે ૧૫ ડોલર કટકી માં ૪ હજાર ટન માલની ડીલ કરી ડન...!
૮૩ ડેન્સિટીના જથ્થાને લાવવા પ્રતિ મેટ્રિક ટનનો ભાવ ૭૮૫ ડોલર નક્કી કરાયોઃ લેબ
રિપોર્ટમાં ૮૨ની ડેન્સિટી એટલે કે પ્યોર ડીઝલ હોવાનું ખૂલ્યું.ચાર હજાર ટનની નવી ડીલમાં અમિત માત્ર બ્રોકર ભૂમિકામાંઃ માલ ખાલી મોટા ઝ્રૐછના ટાંકામાં જ કરવાની શરત સપ્લાયર કેરલાનો વતની અને હાલ દુબઈમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતો હોવાની ચર્ચા
ગાંધીધામ : કચ્છની ડીઝલ દાણચોરી ટોળકી તરીકે પંકાયેલ અમિત દ્વારા કેરલના સપ્લાયર જે દુબઈમા બેઠો છે તેની સાથે પોતાના ૧પ ડોલર પ્રતિમેટ્રીક ટન પર રાખી અને ચાર હજાર ટન ડીઝલની ડીલવરીની ડીલ ડન કરી દીધી છે. સેમ્પલનો રીપોર્ટ પણ ૮૩ ડેનસીટી અટલેકે પ્યોર ડિજલ જ આવી જવા પામી ગઈ છે. આ ડીલમાં અમિત માત્ર વચેટીયાની ભુમીકા જ ભજવશે. શરત એવી નકકી થઈ છે કે આ આવનારો માલ એક મોટા ગજાના સીએચએના ટાંકામાથી ઠાલવવાનો રહેશે. અને સપ્લાય મુળ કેરળનો છે જે દુબઈમાં બેસી અને આ નેટવર્કને ચલાવી રહ્યો છે. અમિત અને કેરલીયન સપ્લાયની વચ્ચે કડીરૂપ ભુમિકા કયા મોટાગજાના સીએચએ અને અગાઉના અમિતના ડીજલ દાણચોરીના હરીફે કરાવી છે તેને લઈને પણ અટકળો તેજ બની જવા પામી ગઈ છે.
.......................
દુબઈ કનેક્શન અને ધંધાકીય હરીફ સાથે અમિતે હાથ મિલાવ્યા
ગાંધીધામ : આ ચાર હજાર ટનની નવી ડીલમાં અમિત પોતે માત્ર બ્રોકરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ડીલમાં મુખ્ય શરત એ જ રાખવામાં આવી છે કે માલ કંડલા આવ્યા બાદ સીધો પેલા મોટા ઝ્રૐછના ટાંકામાં જ ખાલી કરવામાં આવશે. આ માલનો અસલી સપ્લાયર મૂળ કેરલાનો છે, જે હાલ દુબઈમાં બેસીને આખી સિન્ડિકેટ ચલાવે છે.““વધુમાં ચર્ચાતી વિગતો મુજબ, અમિત સાથે હાથ મિલાવનાર તેનો એક ધંધાકીય હરીફ અને પેલો મોટા ગજાનો ઝ્રૐછ, આ બંનેનો પંદર હજાર ટન માલ (૧૦ ઁઁસ્ એટલે કે પ્યોર હાઈ-ક્વોલિટી ડીઝલનો જથ્થો) ભરેલું એક મહાકાય ટેન્કર ચેન્નઈ પોર્ટ પર પણ પહોંચી ગયું છે. કંડલામાં પડેલા અગાઉના ૮ હજાર ટન માલનો ૧૫ થી ૩૦ દિવસનો કૂલિંગ પીરિયડ હવે પૂરો થવા પર છે, એટલે ગમે તે ઘડીએ આ કરોડો
રૂપિયાનું દાણચોરીનું ડીઝલ સ્થાનિક માર્કેટમાં ઠાલવવામાં આવશે તે નક્કી છે.
.....................
સરકારી તિજોરીને કરોડોનું નુકસાન, મિક્સ ઓઈલના અડ્ડા ધમધમ્યા
ગાંધીધામ : “એક તરફ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો આર્થિક ધૂંબો મારીને ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ કાળા કારોબારમાં અમિત સાથે જોડાયેલા રોકાણકારો અને કંડલા-ગાંધીધામ પંથકમાં મિક્સ ઓઈલના ગેરકાયદે અડ્ડા ધમધમાવનારા તત્વોને ‘ઘી-કેળા’ થઈ ગયા છે.

Comments