મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં ED નો પ્રચંડ સપાટો : મુખ્ય સૂત્રધાર હરપ્રીત સિંહ દબોચાયો
ટેરર ફંડિંગના કાળા કારોબારમાં હવે કચ્છની લોકલ કડીઓ પર મોટો ખતરો!
ભુજ : દેશના સૌથી ચકચારી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજેલા મુન્દ્રા પોર્ટ ૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કૌભાંડમાં તપાસ એજન્સીઓએ અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર અને દિલ્હીના હાઈ-પ્રોફાઈલ નાઈટ ક્લબ સંચાલક હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવીને હજુ જેલની બહાર પગ મૂકનારા આ માસ્ટરમાઈન્ડને ED એ મની લોન્ડરિંગના સજ્જડ પુરાવાઓ સાથે ફરી આબાદ ઝડપી લેતા ડ્રગ માફિયાઓ અને વ્હાઈટ કોલર ગુનેગારોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.
........
૭૪ કરોડનું હવાલા ફંડિંગ સીધું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને!
ભુજ : વર્ષ ૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા ૩,૦૦૦ કિલોગ્રામ અફઘાનિસ્તાની હેરોઈનના તાર માત્ર નશાના વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને છિન્ન-ભિન્ન કરનારા આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા છે. NIA અને ઈડ્ઢની સંયુક્ત તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ડ્રગ્સના કાળા કારોબારમાંથી મેળવેલી કાળી કમાણીમાંથી અંદાજે ૭૪ કરોડ જેટલી માતબર રકમ હવાલા મારફતે સીધી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ને ટેરર ફંડિંગ તરીકે પહોંચાડવામાં આવી હતી. દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ખેલાયેલા આ આર્થિક ખેલના મજબૂત પુરાવા મળતા જ ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગાળિયો મજબૂત કરીને હરપ્રીતને દિલ્હીથી દબોચી લીધો છે.
.........
હવે કસ્ટમના તત્કાલીન ‘મોટા માથાઓ’ અને સ્થાનિક કડીઓ રડારમાં!
ભુજ :મુખ્ય સૂત્રધાર હરપ્રીત સિંહની ધરપકડ બાદ હવે કચ્છ માટે સૌથી મોટા ભયના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના કિંગપિનની ધરપકડ બાદ હવે આ સમગ્ર પ્રકરણમાં કચ્છની સ્થાનિક (લોકલ) કડીઓ અને તે સમયે મુન્દ્રા પોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ જેવી સેન્ટ્રલ એજન્સીઓના મોટા ગજાના ધુરંધર અધિકારીઓ ના નામો બહાર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આટલો મોટો જથ્થો લોકલ સેટિંગ અને એજન્સીઓના આશીર્વાદ વગર બંદર પર ઉતરી જ ન શકે, તે વાત હવે જગજાહેર થઈ ચૂકી છે. આગામી દિવસોમાં કચ્છમાં મોટા વિસ્ફોટ થવાની અને સ્થાનિક કનેક્શન ધરાવતા મોટા માથાઓની ધરપકડ થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે.
..........
ડિજિટલ પુરાવા ખોલશે અંડરવર્લ્ડના રાઝ
ભુજ :દિલ્હીમાં પાંચથી વધુ સ્થળોએ કરાયેલા આકસ્મિક દરોડા દરમિયાન ED ના હાથે અસંખ્ય વિદેશી બેંક ટ્રાન્ઝેક્શન્સ, શંકાસ્પદ દસ્તાવેજો અને મહત્વના ડિજિટલ પુરાવાઓ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે તપાસ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના એક-એક મહોરાને બેનકાબ કરવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.
..........
કેસ પ્રોફાઈલ અને જપ્તીનો આંકડો
• કુલ જથ્થોઃ આશરે ૩,૦૦૦ કિલોગ્રામ (અફઘાનિસ્તાની હેરોઈન). •રૂટઃ અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈ મુન્દ્રા પોર્ટ (ગુજરાત). •આંતરરાષ્ટ્રીય કિંમતઃ અંદાજિત ૨૧,૦૦૦ કરોડ. • મુખ્ય કલમોઃ ઁસ્ન્છ (મની લોન્ડરિંગ) અને દેશદ્રોહ/ટેરર ફંડિંગ.
.........
આતંકી કનેક્શન અને આગામી ટાર્ગેટ
હવાલા ટ્રાન્ઝેક્શનઃ ૭૪ કરોડનું ફંડિંગ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને મોકલાયું હોવાનો ખુલાસો. આગામી એક્શનઃ હરપ્રીતની પૂછપરછમાં મુન્દ્રાના તત્કાલીન કસ્ટમ્સ અધિકારીઓ અને સ્થાનિક કટલરો-એજન્ટોના નામો જાહેર થવાની પૂરેપૂરી આશંકા.
.........
કોણ છે વિલન ‘કબીર તલવાર’?
.
• અસલી નામઃ હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર.• ઓળખઃ દિલ્હીના નામાંકિત નાઈટ ક્લબનો સંચાલક અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો ભારતીય કિંગપિન.• વર્તમાન સ્થિતિઃ અગાઉ NIA એ પકડ્યો હતો, ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા જ ED એ મની લોન્ડરિંગ અને વિદેશી બેંક વ્યવહારોના ગુનામાં કસ્ટડીમાં લીધો.
.....

Comments