Trending News
ક્રાઈમ

કંથકોટમાં ગેરકાયદેસર દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો 

28 June



એસઓજીએ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો


ગાંધીધામ : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ગાંધીધામે ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે. ભચાઉ-સામખિયારી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથકોટ ગામ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન મહાવીર હરઘોળભાઈ સંઘાર (ઉ.વ. ૨૦), રહે. કંથકોટ, તા. ભચાઉ પાસેથી કોઈપણ પાસ-પરમિટ વિના રાખેલી એક હાથ બનાવટની દેશી બંદૂક (અગ્નિશસ્ત્ર) મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. ૫,૦૦૦ કિંમતની દેશી બંદૂક કબજે કરી આરોપી સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-મ્) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ સામખિયારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઈ બી.વી. બોરીસાગરના નેતૃત્વમાં એસઓજીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

...

Comments

COMMENT / REPLY FROM