Trending News
સ્થાનિક સમાચાર

પરપ્રાંતીય મજૂરોના આધાર પુરાવા ચકાસ્યા વગર કામે રાખનાર 

28 June


કોન્ટ્રાક્ટર સામે ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો


ગાંધીધામઃ ગાંધીધામ ’બી’ ડિવિઝન પોલીસમાં કચ્છ સ્પેશિયલ કેમિકલ કંપનીના પડાણા સ્થિત પ્લાન્ટમાં પરપ્રાંતીય મજૂરોને તેમના આધાર પુરાવાની ચકાસણી કર્યા વગર કામે રાખવાના મામલે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે.ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ ભાઈ મુકેશભાઈ હરલાભાઈ રાઠવા દ્વારા નોંધાવવામાં આવી છે. આરોપી તરીકે સંજરાજ ગૌતમ (રહે.  પડાણા, તા. ગાંધીધામ)નું નામ નોંધાયું છે.ફરિયાદ મુજબ, આરોપીએ પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલાં તેમના આધાર પુરાવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નહોતા તેમજ જરૂરી રજીસ્ટર પણ નિભાવ્યું નહોતું. આ અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

......

Comments

COMMENT / REPLY FROM