Trending News
સ્થાનિક સમાચાર

કંડલા સેઝમાં DRI  ત્રાટકી : દાણચોરોમાં ફફડાટ : કરોડોની ‘ઇ-સિગારેટ’ ના કાળા કારોબાર પર મોટો સકંજો?

28 June


કંડલા સેઝમાં ડીઆરઆઈનો મેગા ધડાકો! ત્રણ દિવસથી બે યુનિટમાં સર્ચ ઓપરેશન, દાણચોરીના બેનામી ધંધામાં કોણ છે માસ્ટરમાઈન્ડ?


ડોમેસ્ટિક ચેર-ટેબલ અને લાકડાની આડમાં ઈ-સિગારેટ સહિત પ્રતિબંધિત માલ ઘુસાડવાનો ખેલ? ચાર કન્ટેનર ડીઆરઆઈના રડારમાં, વેપારી લોબીમાં ભારે ફફડાટ



ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં પાછલા ત્રણ દિવસથી ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ની ટીમોએ ધામા નાખતા જ દેશી-વિદેશી દાણચોરો અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાળી કમાણી કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. મુંબઈ DRI થી મળેલા અત્યંત ગુપ્ત અને સચોટ ઇનપુટ્‌સના આધારે કંડલા સેજના બે મોટા યુનિટોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વિદેશથી આવતા કન્ટેનરોમાં કપડાં અને ફર્નિચરની આડમાં પ્રતિબંધિત ‘ઇ-સિગારેટ’ નો મોટો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની આશંકાએ સમગ્ર કસ્ટમ્સ અને ટ્રેડિંગ લોબીમાં ભુકંપ લાવી દીધો છે.કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની મુંબઈ અને ગાંધીધામ ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલતા મેગા સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર સેજમાં ભારે ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ મુંબઈ ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિદેશથી આવતા કેટલાક કન્ટેનરોમાં ડોમેસ્ટિક ચેર-ટેબલ અને લાકડાના માલની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે.સૌપ્રથમ એક યુનિટમાં બે દિવસ સુધી સઘન તપાસ કરવામાં આવી હતી. ફેબ્રિક અને લાઇટિંગ સાધનોની આયાત સાથે સંકળાયેલા આ યુનિટમાં પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ ડીઆરઆઈની ટીમે અન્ય એક ઇન્ટરનેશનલ નામધારી યુનિટમાં દરોડો પાડી કન્ટેનરોની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ બે કન્ટેનરોની તપાસ પૂર્ણ થયા બાદ પણ પ્રતિબંધિત માલ હાથ લાગ્યો નહોતો. જોકે સાંજે વધુ બે કન્ટેનર પહોંચતા તેને તાત્કાલિક હોલ્ડ પર રાખી કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ કન્ટેનરોનું વિગતવાર એક્ઝામિનેશન હાથ ધરાશે અને તેમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ અથવા અન્ય ગેરકાયદેસર માલ છુપાવવામાં આવ્યો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.જાણકાર વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે મુન્દ્રા બંદરે કડક દેખરેખ વધ્યા બાદ કેટલાક શંકાસ્પદ વેપારીઓએ પોતાનો ગોરખધંધો કંડલા સેજ તરફ ખસેડ્યો છે. ડોમેસ્ટિક ફર્નિચર અને લાકડાના માલની આડમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ આયાત કરવાનો નવો મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક ચર્ચાસ્પદ વેપારીઓના નામ પણ આ સમગ્ર કડીમાં ચર્ચાઈ રહ્યા હોવાની વાતો વેપારી આલમમાં વહેતી થઈ છે.આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે કે ડીઆરઆઈના સોર્સિસ અત્યંત સચોટ રીતે કામ કરી રહ્યા છે અને કસ્ટમ્સને ચકમો આપી ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર હવે સીધી નજર ગોઠવાઈ ગઈ છે. જો આવનારા દિવસોમાં કન્ટેનરોમાંથી પ્રતિબંધિત માલ મળી આવશે તો કંડલા સેજમાં ચાલતા મોટા દાણચોરી રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

.........


ક્યાં અને કોણે કરી તપાસ?

• મુખ્ય ટાર્ગેટઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KSAEZ) ના ૨ મોટા યુનિટ. • તપાસ એજન્સીઃ DRI  મુંબઈ અને DRI ગાંધીધામની સંયુક્ત ટીમો.• ઓપરેશનનો સમયગાળો : પાછલા ૩ દિવસથી સતત સર્ચ ઓપરેશન ચાલુ. • હાલની સ્થિતિ : ૨ કન્ટેનર SIIB હવાલે, આવતીકાલે ઓપન એક્ઝામિનેશન થશે.

........

કોના ઈશારે ચાલતો હતો આ ખેલ ? (શંકાના દાયરામાં)

• બંટી, રાજુ -લાકડાનો ઠગ બની બેઠેલ વેપારી અને મુકેશની ચોકડીઃ આ સિન્ડિકેટનો સીધો કે પરોક્ષ દોરીસંચાર હોવાની પ્રબળ આશંકા. • દિલ્હી કનેક્શન : કંડલા સેજના જે ઇન્ટરનેશનલ યુનિટમાં તપાસ ચાલે છે, તેના મુખ્ય રોકાણકારો દિલ્હીના હોવાનું ખુલ્યું. • સ્થાનિક સાગરીતો : વેરહાઉસ સંભાળતો સ્થાનિક શખ્સ પણ એજન્સીઓના રડારમાં.

.........


મોડસ ઓપરેન્ડીઃ મુંદ્રા ફ્લોપ તો કંડલા હિટ?

• જાહેર કરેલી વસ્તુઓઃ ડોમેસ્ટિક ચેર, ટેબલ, લાકડું, ફેબ્રિક અને લાઈટિંગના સાધનો.• આડમાં શું લાવ્યા : પ્રતિબંધિત ચાઇનીઝ ‘ઇ-સિગારેટ’ (E-Cigarettes) નો જંગી જથ્થો.• રૂટ કેમ બદલ્યો : મુંદ્રાના જેહાદી ડ્રગ્સ કાંડ બાદ ત્યાં કડકાઈ વધતા ઠગ વેપારીઓએ સેજ (SEZ ) ના રૂટનો ઉપયોગ કરી ટેક્સ ચોરી અને સ્મગલિંગનો નવો કીમિયો અપનાવ્યો હતો.
........


મુંદ્રાના ડ્રગ્સ કાંડના ‘દાણચોરો’  
હવે કંડલા સેઝ તરફ વળ્યા?


ગાંધીધામના કુખ્યાત બંટી, રાજુ લાકડાના બની બેઠેલા ઠગ વેપારી અને મુકેશની ‘ચાંડાલચોકડી’ જેવા બની બેઠેલા ઠગ વેપારીઓની ‘ચાંડાલચોકડી’ એ પોતાનો પેંતરો બદલ્યો 


ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડ પાછળ જે ચોંકાવનારી કડીઓ ખૂલી રહી છે તે સીધી મુંદ્રાના કુખ્યાત ‘જેહાદી ડ્રગ્સ કાંડ’ અને કાળા કારોબાર સાથે જોડાયેલી છે. જાણકારોના મતે, મુંદ્રા વિસ્તારમાં કસ્ટમ્સ અને કાયદાનો સકંજો કડક થતાં જ, ગાંધીધામના કુખ્યાત બંટી, રાજુ લાકડાના બની બેઠેલા ઠગ વેપારી અને મુકેશ જેવા બની બેઠેલા ઠગ વેપારીઓની ‘ચાંડાલચોકડી’ એ પોતાનો પેંતરો બદલ્યો છે. ફર્નિચર અને લાકડાના બિઝનેસની આડમાં ડ્રગ્સ અને પ્રતિબંધિત ઇ-સિગારેટ ઘુસાડવામાં માહિર આ ટોળકીએ હવે કંડલા સેજના વેરહાઉસને પોતાનો અડ્ડો બનાવવાનો કારસો રચ્યો હતો. પરંતુ મુંબઈ DRI ના સચોટ સોર્સે આ ઠગબાજોની ગણતરીઓ ઊંધી વાળી દીધી છે. હવે આખી આંતરરાષ્ટ્રીય લોબીની નજર આવતીકાલે ખુલનારા કન્ટેનરો પર મંડાયેલી છે કે આમાંથી કયું મોટું ‘પાપ’ બહાર આવે છે!

.........

ફેબ્રિક-લાઇટિંગની આડમાં ખેલ પાડવાની પેરવી?

ગાંધીધામ :સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ DRI ની કડક સૂચના બાદ DRI ગાંધીધામની ટીમે કંડલા સેજના એક જાણીતા યુનિટમાં સતત બે થી ત્રણ દિવસ સુધી અત્યંત ઝીણવટભરી તપાસ ચલાવી હતી. આ યુનિટ વિદેશથી ફેબ્રિક (કાપડ) અને લાઈટિંગના ઉપકરણોની આયાત સાથે સંકળાયેલું છે. જોકે, બે દિવસની સઘન તપાસના અંતે આ યુનિટમાંથી સ્થાનિક સ્તરે કોઈ વાંધાજનક વસ્તુ હાથ લાગી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

..........


ડાઇનિંગ ટેબલ-ચેરના કન્ટેનરમાં શું છે કાળું ધોળું?


ગાંધીધામ : બીજી તરફ, ગઈકાલે વહેલી સવારથી જ મુંબઈ DRI ની ટીમે કંડલા સેજના એક બીજા આંતરરાષ્ટ્રીય સ્તરના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા. આ યુનિટમાં દિલ્હીના રોકાણકારોના નાણાં રોકાયેલા હોવાનું અને સ્થાનિક વ્યક્તિ વેરહાઉસ સંભાળતી હોવાનું બહાર આવ્યું છે. ‘ડોમેસ્ટિક ચેર અને ટેબલ’ ના નામે મગાવાયેલા કન્ટેનરોમાં પ્રતિબંધિત વસ્તુઓ હોવાની આશંકાએ કન્ટેનરો સીલ કરી તપાસાતા પ્રથમ બે કન્ટેનરમાંથી કંઈ ખાસ મળ્યું ન હતું. પરંતુ સાંજે વધુ બે શંકાસ્પદ કન્ટેનરો આવતા જ ડ્ઢઇૈં એ તેને તાત્કાલિક હોલ્ટ (અટકાવી) પર રાખી, કંડલા SIIB (Special intelligence and investigation Branch ) ને સોંપી દીધા છે. હવે સોમવારે આ કન્ટેનરોનું તબીબી પરીક્ષણ (પરીક્ષણ એક્ઝામિનેશન) કરીને તેને આખેઆખા ફાડીને તપાસવામાં આવશે, જેમાં મોટો ભાંડો ફૂટવાની પૂરેપૂરી શક્યતા છે.


..........

Comments

COMMENT / REPLY FROM