નખત્રાણાના બસ સ્ટેન્ડમાં પડેલા વાહનો પર પોલીસે કાર્યવાહી
નખત્રાણા - કચ્છઉદય : બસ સ્ટેન્ડમાં અડચણરૂપ કલાકો સુધી પડ્યા રહેતા વાહનો સામે નખત્રાણા ટ્રાફિક પોલીસ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. સવારથી સાંજ સુધી પડ્યા રહેતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. વાહનો લોક કરવામાં આવ્યા હતા તેમજ વાહન માલિકોને સૂચિત કરવામાં આવ્યા હતા. બસને નડતરરૂપ વાહન રાખવામાં આવશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વાહનો લઇ જવામાં આવશે. ટ્રાફિક પોલીસના સુરપાલ સરવૈયા, વિષ્ણુ માજીરાણા, પ્રવીણ ગરોડા સહિતના પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે નખત્રાણાના બસ સ્ટેશનથી વથાણ સુધીમાં પણ કેટલાક વાહન ચાલકો રોડ ઉપર વાહનો રાખી નાસ્તો કરવા જતા હોય છે, જેના કારણે આ ધોરીમાર્ગ ઉપર અકસ્માતોનો ડર રહે છે. નાના વાહનો નીકળી શકતા નથી. રોડની વચ્ચોવચ વાહનો રાખી દીધેલા હોવાથી વાહન ચાલકોને સતત ડર સતાવે છે. પોલીસ દ્વારા આવા વાહન ચાલકો ઉપર પણ સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
--------

Comments