કાલે કચ્છ જીલ્લાની પોલીયો કામગીરીનો ભૂજ ખાતેથી થશે પ્રારંભ
ભુજ - કચ્છઉદય : ચાલુ વર્ષની પોલીયો વેક્સિનની કામગીરી જીલ્લાનાં મુખ્ય મથક ભૂજનાં જ્યુબિલી સર્કલ ખાતેથી શ્રીગણ્શ કરવામાં આવશે. કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનનાં પ્રમુખ ડો. નવઘણ આહિરનાં જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શિતલ શાહ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી, જીલ્લા રસીકરણ અધિકારી ડો. ડી.પી. પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રવીકુમાર, રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર કે. એ. શ્યામકુમાર દ્વારા તા. ૨૮-૬ના સવારે જીલ્લાભરમાં યોજાનારો રસીકરણ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવશે. આ પ્રસંગે જિલ્લાના અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત સંસ્થાના સદસ્યો ઉપસ્થિત રહેશે.જિલ્લાના દસ તાલુકાના સડસઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નેજા હેઠળ કુલ ૧,૫૦૬ જેટલા બુથો ઉભા કરવામાં આવ્યા છે, જ્યા ૬,૦૨૪ જેટલા કર્મચારી વર્કરો સતત સેવા આપશે. વિશેષમાં ૧૬૫ મોબાઇલ બુથો પણ કાર્યરત રહેશે અને ૩.૧૫ લાખ બાળકોને ડોઝ પીવડાવાશે, જેમાં ભુજ ખાતેનાં ૯૯ જેટલા બુથો કાર્યરત કરાશે.
-----

Comments