રાપરના ભીમાસરમાં કૌટુંબીક સગાઓ વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો
તારા નામે પ્લોટ છે તે મારા નામે કરાવી આપજે.!
રાપર : રાપર તાલુકાના ભીમાસર ગામે જમીન અને પ્લોટની અદાવતમાં કૌટુંબિક સગા વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભીમાસર ગામના ત્રણ રસ્તા પાસે પ્લોટ પોતાના નામે લખાવી આપવા બાબતે બોલાચાલી કરી કૌટુંબિક કાકાએ ભત્રીજા પર લાકડી વડે જીવલેણ હુમલો કરી જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.બનાવની વિગત મુજબ, ફરિયાદી માંડણભાઈ ભવનભાઈ પરમાર (રાજપુત, ઉ.વ.૪૬, ધંધો-ખેતી, રહે. ભીમાસર, તા. રાપર) ગત તા. ૨૩/૦૬/૨૦૨૬ ના રોજ સવારના ૦૮ઃ૩૦ વાગ્યાના અરસામાં ખેંગારપરથી પૂર્વ દિશામાં આશરે ૧૭ કિલોમીટર દૂર ભીમાસર ગામના ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના જ કૌટુંબિક કાકા-ભાઈઓ એવા આરોપીઓ (૧) રામાભાઇ કેયણાભાઈ પરમાર તથા (૨) કેયણાભાઈ ભુરાભાઈ પરમાર (બંને રહે. ભીમાસર) એ ફરિયાદીનું મોટરસાયકલ અધવચ્ચે ઊભું રખાવ્યું હતું.આરોપીઓએ ફરિયાદીને આંતરીને જણાવ્યું હતું કે, તારી પાસે જે પ્લોટ છે, તે અમારા નામે કરાવી આપ. ફરિયાદીએ આ બાબતે આનાકાની કરતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો. વાતાવરણ તંગ બનતા આરોપી નં.(૧) રામાભાઇ પરમારે ફરિયાદીના હાથમાં રહેલ લાકડી આંચકી લઈને ફરિયાદીના જમણા પગના ઢીંચણના ભાગે જોરદાર ફટકો મારી દીદો હતો, જેના કારણે ફરિયાદીને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.આટલેથી ન અટકતા, આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) ફેણુભાઇ પરમારે એકસંપ થઈ ફરિયાદીને ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી હતી. હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી. આ સાથે જ આરોપીઓએ ડી.એમ. સાહેબ (કચ્છ-ભુજ) ના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.““આ ચકચારી બનાવ અંગે ફરિયાદી કીરીટભાઇ પરમારે રાપર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેજાભાઇ ચીલાભાઇએ બી.એન.એસ કલમ ૧૧ ષ્ઠટ્ઠહદૃટ્ઠજ(૨), ૧૧૭(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની સઘન તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઁજીૈં) શ્રી એચ.વી. કાતરીયા ચલાવી રહ્યા છે. હાલમાં તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે અને તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.આશરે ૧૭ કિલોમીટર દૂર ભીમાસર ગામના ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના જ કૌટુંબિક કાકા-ભાઈઓ એવા આરોપીઓ (૧) રામાભાઇ કેયણાભાઈ પરમાર તથા (૨) કેયણાભાઈ ભુરાભાઈ પરમાર (બંને રહે. ભીમાસર) એ ફરિયાદીનું મોટરસાયકલ અધવચ્ચે ઊભું રખાવ્યું હતું.આરોપીઓએ ફરિયાદીને આંતરીને જણાવ્યું હતું કે, તારી પાસે જે પ્લોટ છે, તે અમારા નામે કરાવી આપ. ફરિયાદીએ આ બાબતે આનાકાની કરતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો. વાતાવરણ તંગ બનતા આરોપી નં.(૧) રામાભાઇ પરમારે ફરિયાદીના હાથમાં રહેલ લાકડી આંચકી લઈને ફરિયાદીના જમણા પગના ઢીંચણના ભાગે જોરદાર ફટકો મારી દીદો હતો, જેના કારણે ફરિયાદીને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.આટલેથી ન અટકતા, આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) ફેણુભાઇ પરમારે એકસંપ થઈ ફરિયાદીને ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો અને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી હતી. હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી.
આ સાથે જ આરોપીઓએ ડી.એમ. સાહેબ (કચ્છ-ભુજ) ના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.““આ ચકચારી બનાવ અંગે ફરિયાદી કીરીટભાઇ પરમારે રાપર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ તેજાભાઇ ચીલાભાઇએ બી.એન.એસ કલમ ૧૧ ષ્ઠટ્ઠહદૃટ્ઠજ(૨), ૧૧૭(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની સઘન તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઁજીૈં) શ્રી એચ.વી. કાતરીયા ચલાવી રહ્યા છે. હાલમાં તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે અને તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

Comments