Trending News
ક્રાઈમ

અંજાર પોલીસનો સફળ સપાટો : બુટલેગરોમાં ફફડાટ : ૧૧ લાખ થી વધુના મુદામાલ સાથે જંગી જથ્થો ઝડપાયો

27 June

પીઆઈ શ્રી જાડેજાની ટીમની સતર્ક કાર્યવાહી : બુટલેગરના મનસુબા નિષ્ફળ



નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો; ગળપાદરનો મુખ્ય આરોપી ફરાર



ગાંધીધામ : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજાની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ગળપાદરનો રાહુલ વિનોદ ચૌહાણ નંબર પ્લેટ વગરની કાળી સ્કોર્પિયોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી શાંતીધામથી ગળપાદર તરફ જવાનો છે.બાતમીના આધારે પોલીસે વરસામેડી સીમ વિસ્તારમાં આવેલા શાંતીધામ પાસે રેઇડ કરી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં આરોપી વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન સ્કોર્પિયોમાંથી ૮ PM  Rare Whisky, Green Label Export Whiskey,Officers choice whisky, Vintage Jamun Vodka , White Lace Vodka  તથા kingfisher Super Strong Beer  સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂ તથા સ્કોર્પિયો સહિત કુલ ૧૧,૫૭, ૧૫૯નો મુદ્દામાલ કબ્જે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી રાહુલ વિનોદ ચૌહાણ તથા તપાસમાં સામે આવનાર અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર કાર્યવાહી પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાર પાડી હતી.

Comments

COMMENT / REPLY FROM