વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા રંગારંગ અંતાક્ષરી કાર્યક્રમ યોજાયો
ભુજ-કચ્છઉદય : વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ ભુજ મહિલા મંડળ દ્વારા તાજેતરમાં રંગારંગ અંતાક્ષરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં મહિલા મંડળના પ્રમુખ મિતાબેન કોંઢિયા, મંત્રી જસ્મીનબેન માંડલિયા, જ્ઞાતિ પ્રમુખ રાજેશભાઈ માંડલિયા, ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોંઢિયા, યુવક મંડળના પ્રમુખ કુલદીપભાઈ ગેરિયા, યુવા શક્તિ ગ્રુપ લિડર ઝલક કોંઢિયા, યંગસ્ટર ગ્રુપના લિડર કુંજભાઈ ગુસાણી તથા અંતાક્ષરી રમાડનાર આશાબેન શાહ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.અંતાક્ષરીમાં પાંચ રાઉન્ડ આશાબેન શાહ દ્વારા રમાડવામાં આવ્યા હતા સાથે નંબર હાઉઝી પણ સૌ જ્ઞાતિજનોને રમાડવામાં આવી અને જ્ઞાતિજનોમાં દરેક ભાઈ-બહેનો ભાગ લીધો હતો. જેમાં ૧ થી પ વિજેતાઓને મહિલા મંડળ દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતા. અંતાક્ષરીમાં ૭ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં આશાબેનએ ૩ ટીમ જાહેર કરતાં ટીમ-૧, ટીમ-ર, ટીમ-૩નો મહિલા મંડળ દ્વારા ઈનામ આપવામાં આવ્યા હતા. આશાબેનનું સન્માન મહિલા મંડળના પ્રમુખ મિતાબેન કોંઢિયા, મંત્રી જાસ્મીન માંડલિયા, ખજાનચી રૂપાલીબેન આડેસરા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે જ્ઞાતિજનો માટે નાસ્તો તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિ કારોબારી, યુવક મંડળ, યંગસ્ટર ગ્રુપ, યુવા શક્તિ ગ્રુપ તથા સાઉન્ડ સિસ્ટમ માટે ધર્મેન્દ્રભાઈ રાણપુરાનો સહયોગ સાંપડયો હતો. સાથે મહિલા મંડળની દરેક બહેનોનો સાથ સહકાર રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન નેહાબેન ગુસાણી અને આભારવિધિ જસ્મીન માંડલીયાએ કરી હતી.
------

Comments