ભાજપના રેલ્વે યુઝર્સ સેલના સંયોજક તરીકે નિલેશ શ્યામ શાહની નિયુક્તિ થતા કચ્છીઓમાં હર્ષની લાગણી
મુંબઈ - કચ્છઉદય : ભારતીય જનતા પાર્ટી દક્ષિણમધ્ય મુંબઈ જિલ્લામાં રેલ્વે યુઝર્સ સેલના સંયોજક તરીકે નિલેશ શ્યામ શાહની નિયુક્તિ થતાં મુંબઈ અને વતનમાં વસતા કચ્છી સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. તેમને કચ્છ તથા બૃહદ કચ્છ રહેતા કચ્છી શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. રેલવે સંબંધીત પ્રશ્નો માટે નિલેશભાઈ ખૂબ જાગૃત રહ્યા છે. કચ્છના પેસેન્જરને કોઈપણ જાતની કનડગત કે તકલીફ થાય નહીં, વેકેશનમાં કચ્છ-મુંબઈ વચ્ચે ટ્રાફિકના ઘસારા વચ્ચે પૂરતી વધારાની ટ્રેન મળે અને રેલવેની વધારેમાં વધારે સુવિધા કચ્છી પેસેન્જરને મળે તે માટે નિલેશભાઈ સતત સક્રિય રહ્યા છે ત્યારે તેમની ભારતીય જનતા પાર્ટી રેલ્વે યુઝર્સ સેલના સંયોજક તરીકે નિયુક્તિ થતા હવે ભવિષ્યના પ્રશ્નો ઝડપથી ઉકેલાઈ જવાની આશા બંધાઈ છે.
---------

Comments