Trending News
સ્થાનિક સમાચાર

કરોડોના વિકાસકાર્યોથી લખપતને મળશે નવી ઓળખ

26 June


ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન અને ગુરુદ્વારાના આધુનિકીકરણથી પ્રવાસનને મળશે વેગ

ભુજ - કચ્છઉદય : કચ્છના પશ્ચિમ છેડે આવેલું ઐતિહાસિક લખપત આગામી સમયમાં હેરિટેજ અને ધાર્મિક પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા લખપતના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામે લખપતનો ઐતિહાસિક કિલ્લો અને પવિત્ર ગુરુદ્વારા નવી ઓળખ સાથે પ્રવાસીઓનું સ્વાગત કરશે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લખપત કિલ્લાના સંરક્ષણ અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે અઢી કરોડ રૂપિયાના ખર્ચે કિલ્લાની દીવાલો, બુરજ અને અન્ય ઐતિહાસિક માળખાંનું જતન કરવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રવાસીઓ માટે પહોંચ સરળ બને તે માટે રોડ કનેક્ટિવિટી અને જરૂરી સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. કિલ્લાની અંદર આવેલા ઐતિહાસિક પાર્લામેન્ટ હાઉસ અને કસ્ટમ હાઉસનું પણ નવસર્જન કરવામાં આવી રહ્યું છે. એક સમયના સમૃદ્ધ વેપારી શહેર તરીકે ઓળખાતું લખપત આજે વેરાન બની ગયું છે, પરંતુ ચાલી રહેલા વિકાસકાર્યો બાદ તેની ઐતિહાસિક ભવ્યતા ફરી ઉજાગર થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.લખપત સ્થિત પવિત્ર ગુરુદ્વારાના વિકાસ માટે પણ રાજ્ય સરકાર દ્વારા આશરે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુરુદ્વારામાં યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, પરિસર વિકાસ, રહેઠાણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. શીખ સમાજ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર ગણાતા આ ગુરુદ્વારાને ગુરુ નાનક દેવજીની પવિત્ર સ્મૃતિ સાથે જોડવામાં આવે છે. માન્યતા મુજબ ગુરુ નાનક દેવજી પોતાની ઉદાસી યાત્રા દરમિયાન બે વખત લખપત આવ્યા હતા, જેના કારણે આ સ્થળને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું છે.
કચ્છના પશ્ચિમ છેડે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લાને ફરી જીવંત બનાવવા ગુજરાત પ્રવાસન વિભાગે રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી છે. અંદાજે અઢી કરોડ રૂપિયાના ખર્ચે કિલ્લાની મરામત અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે પ્રવાસીઓની સુવિધા માટે રોડ કનેક્ટિવિટી મજબૂત કરાશે. કિલ્લાની અંદર આવેલ ઐતિહાસિક પાર્લામેન્ટ હાઉસ અને કસ્ટમ હાઉસનું પણ રીનોવેશન ચાલી રહ્યું છે. એક સમયનું સમૃદ્ધ વેપારી શહેર ગણાતું લખપત આજે ઉજ્જડ અને વેરાન બન્યું છે તેવું ગુજરાત પ્રવાસન વિભાગના લિયાકત અલી નોતિયારે જણાવ્યું હતું. લખપત સ્થિત પવિત્ર ગુરુદ્વારના  વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા આશરે ૫  કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુરુદ્વારાના આધુનિકીકરણ અને યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાના કામ હાથ ધરાયા છે. આ વિકાસથી લખપત ધાર્મિક અને ઐતિહાસિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન મેળવશે. ગુરુદ્વારા ગુરુનાનક દેવજી સાથે જોડાયેલું છે. ગુરુનાનક દેવજી ઉદાસી યાત્રા દરમિયાન બે વખત અહીંયા રોકાયા હતા. સરકાર દ્વારા કરોડોના ખર્ચે ગુરુદ્વારમાં વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે તેવું લખપત ગુરૂદ્વારા કમિટીના ચેરમેન જુગરાજસિંગે જણાવ્યું હતું. 
લખપત એક સમયે સમૃદ્ધ બંદર હતું અને અરબી સમુદ્રના વેપાર માટે મહત્વનું કેન્દ્ર હતું. ૧૮ સદીના બનાવાયેલો કિલ્લો આજે ઉજ્જડ અને વેરાન બન્યો છે. ૧૮૧૯ ભૂકંપના કારણે સિંધુ નદીના પ્રવાહ બદલવાના કારણે લખપતનું પતન થયું. લખપત કિલ્લો અને ગુરુદ્વારાનો કરોડોના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં છે જેના કારણે આગામી દિવસોમાં આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
-----

Comments

COMMENT / REPLY FROM