ર૦૧૦ પહેલા નિમણૂંક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા સાંસદને અપાયું આવેદન
ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા સુપ્રિમ કોર્ટના ટેટ અનિવાર્યતા મુદ્દે ફરજિયાત ટેટ પાસ કરવાના નિયમની સામે શિક્ષકોના દ્વિતીય તબક્કાના આંદોલન અંતર્ગત શુક્રવારના કચ્છ - મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.સુપ્રિમ કોર્ટ દ્વારા પહેલી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષ ૨૦૧૦ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે ફરજિયાત ટેટ પાસ કરવાનો ચુકાદો જાહેર કરવામાં આવતા સમગ્ર રાજ્યના ૭૫૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. જે-તે સમયે યોગ્ય લાયકાતના ધોરણે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નિમણૂક મેળવી હોવા છતાં અત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦ પહેલા પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નિમણૂક પ્રાપ્ત કરેલ તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો ચુકાદો જાહેર કરવામાં આવતા શિક્ષકોના પ્રશ્નો માટે હરહંમેશ કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ અનિવાર્યતા મુદ્દે દ્વિતીય તબક્કાના આંદોલન અંતર્ગત સાંસદ વિનોદભાઈ ચાવડાનો સંપર્ક કરી અને સાંસદનું સમર્થન મળે તે હેતુસર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ સાંસદના કાર્યાલય ભુજ ખાતે શાંતિપૂર્વક યોજાયો હતો, જે અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય, પ્રાંત અને જિલ્લાના હોદેદારો ની ઉપસ્થિતિમાં સાંસદને આવેદન પત્ર પાઠવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી શિક્ષકોની યોગ્ય રજૂઆત પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, પ્રાંત ઉપાધ્યક્ષ મૂળજીભાઈ ગઢવી, આચાર્ય સંવર્ગ પ્રાંત સહ સંગઠન મંત્રી તરુણભાઈ વ્યાસ, સરકારી માધ્યમિક સંવર્ગ રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાજા, એચટાટ સંવર્ગ પ્રાંત મંત્રી અમરાભાઈ રબારી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, પ્રાથમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી મયૂરભાઈ પટેલ, જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ બળવંતભાઈ છાંગા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અમોલ ધોળકિયા, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ પૂજાબેન જોશી, અંજાર નગર અધ્યક્ષ ડૉ.કૈલાસબેન કાંઠેચા અને અન્ય સૌ હોદ્દેદારો સાથે શિક્ષક ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.
--------

Comments