Trending News
સ્થાનિક સમાચાર

લખનઉ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રકચર કામના કારણ ગાંધીધામ કામાખ્યા અને ભાગલપુર પરિવર્તિત માર્ગ પર ટ્રેનો દોડશે 

26 June



અમદાવાદ - કચ્છઉદય : ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ હેઠળ ઓએચઇ ફેરફાર કામ માટે બ્લૉકને લીધે કેટલીક ટ્રેનોનો માર્ગ હંગામી ધોરણે પરિવર્તિત રહેશે. સાથે જ કેટલીક ટ્રેનોને વૈકલ્પિક સ્ટેશનો પર વધારાનું હોલ્ટ પણ આપવામાં આવશે. ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ - કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૨૭ જૂનથી ૧૨ સપ્ટેમ્બર સુધી પોતાના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ કાનપુર સેન્ટ્રલ, એશબાગ, મલ્હૌર, બારાબંકીના રસ્તે ચાલશે. ટ્રેન નંબર ૧૫૬૬૮ કામાખ્યા - ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ૧ જુલાઈથી ૯ સપ્ટેમ્બર સુધી પોતાના નિર્ધારિત માર્ગ બારાબંકી-લખનઉ-કાનપુર સેન્ટ્રલને બદલે પરિવર્તિત માર્ગ બારાબંકી, મલ્હૌર, એશબાગ, કાનપુર સેન્ટ્રલના રસ્તે ચાલશે. ટ્રેન નંબર ૦૯૪૫૧ ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ ૨૬ જૂનથી  ૧૦ જૂલાઈ સુધી પોતાના નિર્ધારિત માર્ગ માનકનગર, લખનઉ, મલ્હૌરને બદલે પરિવર્તિત માર્ગ માનકનગર-એશબાગ-મ્લહૌરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે. ટ્રેન નંબર ૦૯૪૫૨ ભાગલપુર - ગાંધીધામ સ્પેશિયલ તારીખ ૨૯ જૂન અને ૬ જુલાઈના નિર્ધારિત માર્ગ મલ્હૌર, લખનઉ, માનક નગરને બદલે પરિવર્તિત માર્ગ મલ્હૌર, એશબાગ, માનક નગરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે. ઉપરાંત સાબરમતી - ગોરખપુર, સાબરમતી - મુજફફરપુર, ઓખા - ગુવાહાટી, વારાણસી સિટી - અમદાવાદ, દરભંગા - અમદાવાદ, સુલ્તાનપુર - સાબરમતી, વારાણસી - સાબરમતી ટ્રેન પ્રભાવીત થયેલ છે. જેથી યાત્રીઓએ ફેરફાર વેબસાઈટ પર જોઈ લેવા યાદીમાં જણાવ્યું હતું.
-------

Comments

COMMENT / REPLY FROM