જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા સતત બે માસ સુધી ચાલેલ છાશ સેવાનું સમાપન
ભુજ-કચ્છઉદય : ઉનાળાની સખ્ત ગરમીના વાતાવરણમાં સામાન્ય જનતાને રાહત મળે તેવા ઉમદા હેતુથી જાયન્ટસ ગ્રુપ ભુજ દ્વારા ભુજ બસ પોર્ટ પર દાતા ચંદ્રકાંત ઝેડ સોનીના સ્મરણાર્થે સોની શિવજી પ્રાગજી એન્ડ કું. હસ્તે કલ્પનાબેન હર્ષદભાઈ સોની તરફથી સતત ૬૦ દિવસ સુધી રૂપિયા એક લાખના ખર્ચે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવેલ જેનો લગભગ એક લાખ લોકોએ લાભ લીધેલ હતો.સતત બે માસ દરમ્યાન સેવા માટે મદનભાઈ, હરેશભાઈ, હર્ષદભાઈ, કલ્પનાબેન, પ્રભાબેન,ગ ્રુપ પ્રમુખ અભિલાષ મહેતા, મંત્રી બિપીનભાઈ ઠક્કર, ખજાનચી હરિલાલ યાદવ, ફેડરેશન પ્રમુખ ડો.મધુકાત આચાર્ય, સેક્રેટરી પ્રદીપકુમાર જોષી, એસસીએમ શાંતિલાલ પટેલ, ભુતપૂર્વ સીસીએમ નિષદભાઈ મહેતા,જયસિંહભાઈ પરમાર, અરૂણકુમાર જોષી, વિનોદભાઇ ચૌહાણ, તરૂણભાઈ કોઢિયા, પરેશભાઈ ગણાત્રા, અબ્દુલ અઝીઝ ખોજા, મીનાબેન વાઘમશી, માલીનીબેન સોની, પ્રકાશભાઈ મહેતા, કાન્તિભાઈ દાવડા, મહેશભાઈ ચાવડા, હેમંતભાઈ ઠક્કર, કિશોરચંદ્ર મહેતા, દિનેશભાઈ મહેતા, કનુભાઈ રાવલ, ભુપેન્દ્રભાઈ મહેતા, પ્રભુલાલ માકાણી, ચંદ્રકાંત મહેતા, જીતેન્દ્રભાઈ ચૌહાણ, મહેશભાઈ સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments