એબીઆરએસએમ - કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની કારોબારીની કરાઈ રચના
ભુજ - કચ્છદય : સંઘ કાર્યાલય, ભુજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતાં તેની પુનઃરચના તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની નવી કારોબારીની રચના ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આરએસએસ પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘચાલકજી ભરતભાઈ દરજી, એબીઆરએસએમ પ્રાંત કોર ટીમ સહ-સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, કોર ટીમ ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, આચાર્ય સંવર્ગ પ્રાંત સહ-સંગઠન મંત્રી તરુણભાઈ વ્યાસ, સરકારી માધ્યમિક રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ પ્રાંત, સંભાગ અને જિલ્લાના વિવિધ સંવર્ગોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી સંગઠનના કાર્યવિસ્તાર, શિક્ષણક્ષેત્રના પડકારો તથા રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપતું પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સૌરાષ્ટ્ર સંભાગ-૧ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે મહેમાનોનો પરિચય આપ્યો હતો. સંઘચાલકજીનું પુસ્તક વડે ઉચ્ચતર માધ્યમિક સરકારી અધ્યક્ષ અમોલભાઇ ધોળકિયા અને પ્રાથમિક સરકારી મહામંત્રી મયુરભાઈ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. પ્રાંતના અગ્રણીઓ મુરજીભાઈ ગઢવી, રમેશભાઈ ચૌધરી, તરુણભાઈ વ્યાસ તેમજ સંઘચાલકજી ભરતભાઈ દરજીએ સંગઠનની ભાવિ દિશા, કાર્યવિસ્તાર, શિક્ષક હિતના પ્રશ્નો, સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે શિક્ષણના માધ્યમથી ભારતમાતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
કચ્છ જિલ્લા એબીઆરએસએમ - ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ એચ. જાની, મહામંત્રી ચેતનભાઈ સી. લાખાણી, સંગઠન મંત્રી હરેશભાઈ યુ. ત્રિવેદી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ રૂપેશભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ એસ. પરમાર, સુનિલભાઈ મહેશ્વરી, સહ-સંગઠન મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, મંંત્રી કાંતિલાલ પી. ચૌહાણ, કૈલાસભારથી ગોસ્વામી, સહમંત્રી હરિતભાઈ ભટ્ટ, પ્રચાર પ્રમુખ કિશનભાઈ બી. પટેલ, આંતરિક ઓડિટર કેવલભાઈ રાજગોર અને કારોબારી સભ્યો તરીકે અમરાભાઈ મકવાણા તથા દિલીપભાઈ પરમારની વરણી કરાઈ હતી. જ્યારે કચ્છ જિલ્લા એબીઆરએસએમ - ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે ડૉ. પૂજાબેન જોષી, મહામંત્રી પ્રેમપ્રકાશ ગુપ્તા, સંગઠન મંત્રી ગોપાલભાઈ ગઢવી, ઉપાધ્યક્ષ કાનજીભાઈ ગઢવી, મહિલા ઉપાધ્યક્ષડૉ. દીનાબેન જોબનપુત્રા, મહિલા મંત્રી દ્રષ્ટિબેન દવે, કોષાધ્યક્ષ તરીકે નરેશભાઈ કારિયા વરાયા હતા. આ ઉપરાંત કચ્છ જિલ્લા એબીઆરએસએમ - ગ્રાન્ટેડ આચાર્ય સંવર્ગના અધ્યક્ષ તરીકે વસંતભાઈ ગઢવી, મહામંત્રી ભાણજીભાઈ વીગોરા, સંગઠન મંત્રી ડૉ. ઈશ્વરભાઈ ચારણ, ઉપાધ્યક્ષ હાસમભાઈ મંધરા, કોષાધ્યક્ષ તરીકે ગોવિંદરામ કાપડીની વરણી કરાઈ હતી. સંચાલન ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે કર્યું હતુંં. સરકારી માધ્યમિક જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા કલ્યાણ મંત્ર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
-------------

Comments