Trending News
ક્રાઈમ

મુન્દ્રા ૨૧ હજાર કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં  આતંકી- ટેરર ફંડીંગ મુદ્દે ચોંકાવનારો ધડાકો

26 June

૭૪ કરોડનો પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં હવાલો : દુબઈ કડી પણ ખુલી



ઈડીની તવાઈ બાદ નવા ઘટસ્ફોટ : હકીકતમાં તો જે કોઈ પણ વધુ દોષિતો સાબિત થાય તે ગુનેગારો સામે રાષ્ટ્રદ્રોહનો જ લગાવો ગુનો 


એજન્સીઓની જોઇન્ટ સર્ચમાં મુન્દ્રામાં કસ્ટમ એજન્ટની ભૂમિકાની ઊંડી તપાસ જરૂરી, ડ્રગ્સના રૂપિયામાંથી દિલ્હીમાં હાઈપ્રોફાઇલ નાઇટ ક્લબો, હોટલોની ક્લબોમાં રોકાણ, કબીર તલવાર સાથે ભાગીદાર સુહેલ અહેમદ અને દુબઈ કનેક્શન ખુલ્યું, 


ખોટલે મોટી ખોટ :  ડ્રગ્સનો જથ્થો ક્લીયર કરાવનાર કસ્ટમ એજન્ટ ઉપરાંત એ સમયના કસ્ટમ અધિકારીઓની હજુ સુધીકોઈ ઊંડી તપાસ કેમ નથી થઈ? નાના સુપ્રીટેન્ડેન્ટ કક્ષાના તત્કાલીન અધિકારીઓની જવાબદારી ફીટ કરી દઈ અને બદલીઓ કરી દેવાઈ? શું ર૧ હજાર કરોડનો ડ્રગ્સ-હેરોઈનનો જથ્થો આવા નાના અધિકારીઓ માત્ર મંગાવી અને કલીયર કરાવી શકે ખરા?


ગાંધીધામઃ દેશ-દુનિયામાં કચ્છના મુંદરા બંદર પર જે ર૧ હજાર કરોડના બહુચર્ચિત ઝડપાયેલા કૌભાંડે હાહાકાર મચાવી દીધો હતો અને તેમાં હવે ચારથી પાંચ વર્ષ બાદ અચાનક જ એજન્સીઓ હરકતમાં આવવા પામી છે અને ઈડી દ્વારા દિલ્હી સહિત પાંચ સ્થળોએ દરોડોનો દોર હાથ ધર્યો હોવાની માહીતી સામે આવી રહી છે. ઈડી દ્વારા પાડવામ આવેલા દરોડા બાદ હવે નવા ઘટસ્ફોટ અને ધડાકાઓ પણ સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર  વર્ષ ૨૦૨૧ માં કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર સેમી ટેલ્કમ પાઉડરના નામે ૨૧ હજારના ઝડપાયેલ ડ્રગ્સ કૌભાંડમાં ૫ વર્ષ બાદ કડક કાર્યવાહીની જરૂર છે. દેશના ગદ્દારોને ટેકો આપનાર તમામ ગુનેગારોને જંગી જથ્થામાં ડ્રગ્સ ઘૂસાડી દેશના યુવાધનને નશાને હવાલે કરનારાઓ સામે દેશદ્રોહની કલમો લગાડી બિન જામીનપાત્ર ગુના હેઠળ કારાવાસમાં ધકેલી દેવા જોઈએ.હાલમાં ઈડી એ ૬ સ્થળોએ દરોડા પાડી દિલ્હીના મુખ્ય આરોપી કબીર તલવારની અટક કરી છે. પરંતુ આ કેસમાં મળેલી માહિતી ચોંકાવનારી છે ૭૪ કરોડ રૂપિયાનું ટેરર ફંડિંગ અફઘાન અને પાકના આતંકીઓને અપાયું છે. મેજન્ટ ઇન્ડિયા કંપનીના નામે મુન્દ્રા મંગાવાયેલ ડ્રગ્સનો જથ્થો ક્લીયર કરાવનાર કસ્ટમ એજન્ટ ઉપરાંત એ સમયના કસ્ટમ અધિકારીઓની ઊંડી તપાસ કરવી જોઈએ. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટના રૂપિયા દિલ્હીની હાઈપ્રોફાઈલ ક્લબોમાં તેમ જે ફાઈવ સ્ટાર હોટેલની ક્લબોમાં રોકાણ કરાયા છે. આનું કનેક્શન દિલ્હીના સુહેલ અહેમદ ઉપરાંત દુબઈના વિતાયશ કોસર ઉર્ફે રાજુ દુબઈ સાથે જોડાયેલા છે. ઈડી સાથે એનઆઈએ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ સયુંક્ત તપાસ કરે તો વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. શકમંદોની મિલકતોની ઈન્કમટેક્સ દ્વારા તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ.

........

Comments

COMMENT / REPLY FROM