Trending News
ક્રાઈમ

ગાગોદર પોલીસની કાર્યવાહી :હાઇવે હોટલમાં નશાના કારોબાર પર સપાટો

26 June




પોલીસે હોટલ પર દરોડો પાડી રૂ. ૩.૨૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો


ગાગોદર : ગાગોદર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સામખિયારીથી આડેસર તરફ જતા નેશનલ હાઇવે નં. ૨૭ ઉપર આવેલા જીત જુબાના રેસ્ટોરન્ટ હોટલ (ચિત્રોડ) ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન આરોપી પાસેથી પોસ ડોડા ભૂકી, ગાંજાના જથ્થા, ગોગો પેપર ફૂલ, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૨૮,૧૯૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ગાગોદર પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ ગાગોદર પોલીસ સ્ટેશનના એએસઆઈ અબરાજીયા રઘુભાઈ મોરીએ નોંધાવી છે, જ્યારે તપાસની જવાબદારી પીએસઆઈ એ.જે. પરમાર (ખડીર પોલીસ સ્ટેશન)ને સોંપવામાં આવી છે.


 

Comments

COMMENT / REPLY FROM