Trending News
સ્થાનિક સમાચાર

ચાણક્ય એકેડેમીમાં પ્રોફિશિયન્સી એવોર્ડ્‌સ સમારોહનું આયોજન

25 June



ભુજ - કચ્છઉદય : ચાણક્ય એકેડેમી ખાતે વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતાને બિરદાવવા માટે કે. જી. થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રોફિશિયન્સી એવોર્ડ્‌સ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળાના સંચાલકગણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ માં એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ, સર્ટિફિકેટ અને બાળકોમાં વાંચનની કળા કેળવાય તે માટે પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત, લગન અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંચાલકે એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે સતત પરિશ્રમ, શિસ્ત અને દૃઢ સંકલ્પ જ સફળતાની ચાવી છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. 
----

Comments

COMMENT / REPLY FROM