નરા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
નરા - કચ્છઉદય : લખપત તાલુકાના નરા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા, બાળાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલા ઉચ્ચ અધિકારી શ્રી પઠાણનું કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઆરસી કો-ઓર્ડિનેટર પંકજભાઈ, બીઆરસી જીગરભાઈ, સત્યેસ કંપનીના પ્રકાશભાઈ, તાલુકા સભ્ય જેઠાભાઈ મહેશ્વરી, નરા હાઈસ્કૂલના આચાર્ય રણજિતસિંહ જાડેજા, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતિક્ષાબેન ગવળી, ધર્મિષ્ઠાબેન, નિખીલભાઈ, શ્રી દેસાઈ, શ્રી સોલંકી તથા સોયબ મુતવા ઉપસ્થિત રહ્યા હતા. ગામના અગ્રણી શંકર મહેશ્વરી, વિશ્રામભાઈ ખોખર, ઓસમાણભાઈ થઈમ, મેકુભાઈ સમેજા, આમીરઅલી થઈમ સહિત મોટી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. બાલવાટિકા અને આંગણવાડીના ભુલકાઓને શ્રી પઠાણના હસ્તે શિક્ષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિના સંકલનરૂપે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
------

Comments