વડલી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
ભુજ - કચ્છઉદય : વડલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુસ્તાકભાઈ પઠાણ (સરપંચ, સાડઈ જૂથ ગ્રામ પંચાયત), જીગરભાઈ અને વિશાલભાઈ (એસોસિએટ સી.એસ.આર. કો-ઓર્ડિનેટર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એસ.એમ.સી. અધ્યક્ષ સાઉભાઈ ઇસ્માઈલ પઠાણ અને આચાર્ય શાલીનભાઈ દાવડા દ્વારા શાળાની પ્રવૃત્તિઓ તથા શિક્ષણ ક્ષેત્રે ગામે કરેલી પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી. બન્ની જેવા પછાત વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર વડલી ગામે ખાસ કરીને મહિલા શિક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.અગ્રણી સાઉ પઠાણ તથા પઠાણ ઇશાકભાઈ (એમ.એ.) દ્વારા વર્ષોથી કરવામાં આવેલા જાગૃતિના પ્રયાસોના પરિણામે ગામમાં શિક્ષણ પ્રત્યે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. હાલમાં ગામમાં કુલ ૪૪ શિક્ષિત વ્યક્તિઓ છે, જેમાં ૨૩ પુરુષ અને ૨૧ મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક દીકરીઓ ધોરણ ૧૦, ૧૨ તેમજ સ્નાતક અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચીને ગામનું ગૌરવ વધારી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકગણ, આંગણવાડી બહેનો, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ અને ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ વડલી ગામને બન્ની વિસ્તારમાં શિક્ષણ, જાગૃતિ અને પ્રગતિનું પ્રેરણાદાયી મોડેલ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.
-----

Comments