‘મૈત્રી’ અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી
ભુજ - કચ્છઉદય : ભુજની ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ‘મૈત્રી’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “યોગ ફોર હેલ્ધી એજિંગ”ની થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ‘મૈત્રી’ના પ્રમુખ પ્રીતમ રસિકલાલ મહેતા, માનદ મંત્રી ડો. મહેન્દ્ર સી. ઠક્કર, જગદીશભાઈ મહેતા, અશોકભાઈ માંડલિયા, કૌશિક સોમપુરા, ગૌતમભાઈ ભાનાણી, જગદીશ મહેતા, ચંદ્રકાંતભાઈ જેઠી, શાળાના આચાર્ય એન. કે. સીજુ અને શિક્ષિકા ભાવિનીબેન ભીમાણીના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો.આ પ્રસંગે માનદ યોગ ટ્રેનર નારાણજીભાઈ વી. ચુડાસમા અને ભાવનાબેન બેલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રીતમભાઈ મહેતા, ગૌતમભાઈ ભાનાણી, ડો. મહેન્દ્ર સી. ઠક્કર, ચંદ્રકાંતભાઈ જેઠી તથા આચાયર્શ્રીમતી એન. કે. સીજુએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ખુશ્બુબેન ઠક્કર, હેતલબેન પોમલ, સેજલબેન ઠક્કર, જયાબેન દવે, ફૈજલભાઈ પઠાણ અને ધૈર્યભાઈ રાજગોરે સહયોગ આપ્યો હતો. અંતમાં વરિષ્ઠ શિક્ષક સુરેન્દ્રસિંહ રહેવરે આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ ‘મૈત્રી’ સંસ્થા તરફથી ઠંડા સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
-------

Comments