Trending News
સ્થાનિક સમાચાર

નોખાણિયા પ્રા. શાળામાં પ્રગતિના પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી

25 June


ભુજ - કચ્છઉદય : તાલુકાની નોખાણિયા પં. પ્રા. શાળામાં ૨૪માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સેક્શન ઓફિસર હસમુખ પરમાર તથા લાયઝન અધિકારી તરીકે હાથીસ્થાન ગૃપ, ભુજના સીઆરસી કો-ઓર્ડીનેટર કિશોરભાઈ હેડાઉ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે બાળકો દ્વારા પ્રાર્થના બાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા સ્વાગતગીત તથા મનુષ્ય ગૌરવગાન રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ શાબ્દિક આવકાર અને પ્રસંગ પરિચય સાથે કાર્યક્રમની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો. મહેમાનોનું શાળા પરિવાર અને એસએમસી દ્વારા શાલ અને પુસ્તક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા આંગણવાડી અને બાલવાટિકામાં નવિન પ્રવેશ મેળવતા ભૂલકાંઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો. ગામના અગ્રણી દાતા ભરતભાઈ છાંગા તરફથી નૂતન પ્રવેશ મેળવનાર આંગણવાડી અને બાલવાટિકાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ ધો. ૩ થી ૮માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. જ્ઞાનસાધના પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવનાર શાળાના ૩ તેજસ્વી બાળકોનું મંચસ્થોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી પરમારે શાળાના બાળકોની સિધ્ધિઓને બિરદાવી ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી. લાયઝન અધિકારી શ્રી હેડાઉએ પ્રવેશપાત્ર કોઈ પણ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહે તે જોવા ઉપરાંત બાળકો અધ્ધવચ્ચે શાળા ન છોડે અને નિયમિત શાળાએ આવે તે માટે સૌ વાલીઓને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સદસ્યા ગીતાબેન ચાડ, એસએમસીના અધ્યક્ષ હરિભાઈ ચાડ, સભ્યો ભીલાલ સમા, રમેશ છાંગા, હેતલ કાપડી, ગામના અગ્રણીઓ રમેશ માતા, કિશોર ચાડ, પ્રવિણ છાંગા, નરશી છાંગા, માવજી માતા ઉપરાંત એસએમસીના સદસ્યો, વાલીઓ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો પ્રકૃતિ માતા અને શ્લોક વારોત્રાએ જ્યારે આભારવિધિ શાળાના શિક્ષક બ્રિજેશ બૂચે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, કેશુભાઈ ઓડેદરા, નમ્રતા આચાર્ય, નિરાલી મહેતા, આંગણવાડી કાર્યકર હેતલ છાંગા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM