ભુજ શહેરની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો હતો .મુખ્ય મહેમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) માધુરીબેન પટેલ દ્વારા બાળાઓને શાળામાં પ્રવેશ અપાયો હતાજ. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકાર અપાયો હતો . ત્યારબાદ મહેમાનો દ્વારા બાલવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર કુલ ૪૬ બાલિકાઓને ભુજ એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર વેલ્ફર એસોશિએશન દ્વારા મળેલ શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત ગત વર્ષે દરેક ધોરણમાં પ્રથમ ક્રમાંક મેળવનાર, સો ટકા હાજરી આપનાર, જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાઓના મેરીટમાં આવનાર વિદ્યાર્થીનીઓનું મહાવીર વસ્ત્ર ભંડાર - ભુજ તરફથી મળેલ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું .
આ ઉપરાંત સમતા સેવા ગ્રુપ - ભુજ દ્વારા શાળાના શિક્ષિકા અલકાબેન પટેલ દ્વારા નિર્મિત વાચન - લેખન - ગણન માટે ઉપયોગી સાહિત્યના સેટ તેમજ તમામ બાળાઓને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. અંકુરભાઇ રાજદેના સૌજન્યથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓનું મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સલમાબેન ચાકી, ગીતાબેન ભાનુશાલી અને કમલભાઈ કારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન અપાયું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે વિદ્યાર્થીનીઓને શિક્ષણનું મહત્વ સમજાવી મોબાઈલના વધુ પડતા ઉપયોગ તેમજ જંકફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ કાવ્યા અને આલિયા તેમજ શિક્ષિકા સાયરાબેન કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું .લાયઝન અધિકારી વંદનાબેન રાઠોડ, એસએમસી સભ્યો, વાલીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ચેતનાબેન ઠક્કરે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દીપાબેન, ઇવાબેન, અલ્કાબેન, દીપકભાઈ, દક્ષાબેન, જ્યોતિબેન, ગૌરીબેને જહેમત ઉઠાવી હતી. મુમતાઝબેન અને મહેન્દ્રભાઈ સહયોગી રહ્યા હતા.
--------

Comments