Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા ડ્રગ્સ કાંડઃ ટેરર ફંડિંગના કનેક્શન ખુલશે?

25 June





એનઆઈએ-એનસીબી વધુ તપાસ કરે : કચ્છમાં લાકડાની આડમાં પણ અમુક બની બેઠેલા ઠગભગત તત્વો પણ ડ્રગ્સના પડીકાઓની હેરફર કરતા હોવાની છે ચકચાર : કેપ્ટાગોન ડ્રગ્સ કેસમાં કયા બની બેઠલ લાકડાના ઠગ ભગત, બંટી-રાજુ અને મુકેશ જેવી ચંડાળ ટોકળી આવી છે ચર્ચામાં : હવે ડ્રગ્સ લાવવાની મોડસ ઓપરેન્ડીમાં થઈ ગયા છે ફેરફાર


ગાંધીધામ : મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા રૂ. ૨૧,૦૦૦ કરોડના રેકોર્ડબ્રેક ડ્રગ્સ કાંડમાં ફરી એકવાર આતંકી કડીઓ ચર્ચામાં આવી છે. અગાઉ દ્ગૈંછ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ચાર્જશીટમાં પણ ખુલાસો થયો હતો કે, આ કરોડો રૂપિયાના હેરોઈન નેટવર્કમાંથી ઊભી કરાયેલી રકમનો ઉપયોગ આતંકવાદી સંગઠનો માટે ‘ટેરર ફંડિંગ‘ તરીકે થતો હતો અને હવાલા મારફતે આ નાણાં આતંકી તત્વો સુધી પહોંચાડવામાં આવતા હતા.હવે જ્યારે ઈડ્ઢ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા આ જ પ્રકરણના તાર શોધીને દિલ્હીમાં ધામા નાખીને ઉપરાઉપરી દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને ટેરર નેટવર્કને લઈને આગામી દિવસોમાં વધુ મોટા ‘કડાકા-ભડાકા’ અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.



...................

મુન્દ્રા પોર્ટ ૩૦૦૦ કિલો ડ્રગ્સ કેસ મામલે ઈડ્ઢના દરોડા : દિલ્હીમાં હરપ્રીત તલવારના પાંચ ઠેકાણા પર સર્ચ ઓપરેશન

નવી દિલ્હી : ૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી ૩૦૦૦ કિલો ડ્રગ્સ પકડવાના કેસમાં મની લોન્ડરિગ તપાસના ભાગરૂપે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દિલ્હીમાં અનેક સ્થળે દરોડા પાડ્યા છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.ઈડ્ઢના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત લગભગ પાંચ જગ્યાઓ કેન્દ્રીય એજન્સી દ્વારા મની લોન્ડરિગ પ્રિવેન્શન એક્ટ હેઠળ આવરી લેવામાં આવી રહી છે.ઈડ્ઢના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર ૩૦૦૦ કિલો ડ્રગ આયાત કેસમાં ચાલી રહેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ ના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  હરપ્રીતસિહ તલવાર, શમશુર્દન અને તેમના સહયોદીઓના દિલ્હીમાં પાંચ સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. દિલ્હીના નાઇટ ક્લબમાં ડ્રગના પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે. હરપ્રીત તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં લોકપ્રિય નાઈટક્લબ ચલાવતા તલવારની ઓગસ્ટ ૨૦૨૨માં ડ્રગ્સ પકડવાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ તે તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યો હતો.મહત્ત્વપૂર્ણ છે કે, કચ્છમાં આવેલા મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૧માં ૩૦૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ પકડાવાની ઘટના હતી. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની કિમત ૨૧ હજાર કરોડ આંકવામાં આવી હતી. આ જથ્થો અફઘાનિસ્તાનથી ઇરાનના બંદર અબ્બાસ પોર્ટ પરથી મુન્દ્રા પોર્ટ સુધી લાવવામાં આવ્યો હતો.તપાસમાં બહાર આવ્યું હતું કે આ ડ્રગ્સને વિજયવાડાની એક પેઢીના નામે ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું અને તેને દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સપ્લાય કરવાનું આયોજન હતું.આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલી ‘આશી ટ્રેડિગ કંપની’ ચલાવતા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ હરપ્રીત સિહ તલવાર ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના આ બિઝનેસમેન હરપ્રીત તલવાર (ક્લબ અને રેસ્ટોરાં ચેઇન ધરાવતો હતો)ની ઈડ્ઢ દ્વારા ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ભારતમાં હેરોઇનની હેરફેર, વિતરણ અને નાણાકીય લેવડદેવડનું નેટવર્ક સંભાળતો હોવાનો આરોપ હતો.આ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલા ૪થી વધુ અફઘાન નાગરિકો અને ૧ ઉઝબેકિસ્તાનની મહિલા નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ પ્રોસેસિંગ અને સપ્લાયમાં સામેલ હતા.

Comments

COMMENT / REPLY FROM