Trending News
ક્રાઈમ

ખાવડા વિસ્તારમાં ૯૦ ટન રેતી ભરેલા બે ડમ્પર પકડાયા

25 June



રોયલ્ટી કે પાસ વગર ગેરકાયદે વહન કરતા હતા


ભુજ - કચ્છઉદય : તાલુકાના ખાવડા વિસ્તારમાં વ્યાપક રેતી ચોરી થઈ રહી છે. અવારનવારની ફરીયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગ આ વિસ્તારમાં બાતમી મેળવવામાં નિષ્ક્રિય રહે છે કે કામગીરી કરતું નથી. પરંતુ પોલીસ દ્વારા વાહનો પકડવામાં આવતા હોય છે. ત્યારે ખાવડા વિસ્તારમાં રોયલ્ટી વગર રેતી પરિવહન કરતા બે ડમ્પર પકડાયા હતા. જેમાં ડમ્પર નંબર જી.જે. ૩૯ ટીએ પ૮પ૯ માંથી ૪૪૪ર૦ કિલો અને ડમ્પર નંબર  જી.જે. ૩૯ ટીએ પપર૩ માંથી ૪પ૬૩૦ કિલો રેતી મળી આવી હતી. બન્ને વાહનોના ડ્રાઈવર બાડમેરના ભીમારામ અને વીરમારામ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. રોયલ્ટી પાસ પરમીટ ન હોવાથી ગેરકાયદે રેતી પરિવહન કરવા સંદર્ભે બન્ને ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા હતા. અત્રે મહત્વનું છે કે, સોલાર પાર્ક બન્યા પછી આ વિસ્તારમાં ખનીજની ગેરકાયદે હેરફેર વધી છે. અહીં કોટડા ખાતે ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટ હોવા છતાં વિભાગ દ્વારા પાછલા કેટલાક સમયથી નક્કર કાર્યવાહી ન કરાતી હોવાની બૂમરાડ ઉઠી છે.

Comments

COMMENT / REPLY FROM